Get The App

રાહુલ ગાંધીએ હેરસલૂનના માલિકને આપી ખાસ રિટર્ન ગિફ્ટ, અગાઉ મોચીને આપ્યું હતું સરપ્રાઈઝ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi Sent Gift

Image; Twitter



Rahul Gandhi Sent Gift To barber In Rae Bareli: ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના વાળ અને દાઢી કરનાર વાળંદને વિપક્ષ નેતાએ ખાસ રિટર્ન ગિફ્ટ મોકલી આપી છે. રાહુલ ગાંધીએ લાલગંજના રહેવાસી મિથુન બાર્બરને શેમ્પૂ ખુરશી, બે વાળ કાપવાની ખુરશી અને ઇન્વર્ટર બેટરી ગિફ્ટ કરી છે. આ રિટર્ન ગિફ્ટ મળતાં જ મિથુન ખૂબ ખુશ થયો છે અને તેણે કોંગ્રેસ નેતાનો આભાર માન્યો છે.

અગાઉ પણ રાહુલ ગાંધીએ સુલતાનપુરના રામચેત મોચી માટે પગરખાં સીવવાનું મશીન મોકલ્યું હતું. જે મેળવ્યા બાદ રામચેતે રાહુલની જાહેરમાં પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે રાહુલ ગાંધી દુકાનમાં આવ્યા બાદ તેમનું નસીબ બદલાઈ ગયું.

રાયબરેલીના વાળંદને આપી ગિફ્ટ

ગઈકાલે, જિલ્લાના લાલગંજ શહેરના બ્રિજેન્દ્ર નગર મોહલ્લામાં સલૂન ચલાવતો મિથુન નાઈને વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નામે પાર્સલ મળ્યું હતું, જેમાં સલૂન સંબંધિત વસ્તુઓ મેળવી મિથુન ખૂબ જ ખુશ થયો છે. અગાઉ 13 મેના રોજ રાહુલ ગાંધીએ લાલગંજના બૈસવારા ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં જાહેર સભા કરી હતી, જ્યાંથી પાછા ફરતી વખતે તેઓ મિથુનની દુકાન પર રોકાયા હતા અને દાઢી અને વાળ કપાવ્યા હતાં.

આ પણ વાંચોઃ અમદાવાદની પાવરટ્રેક કંપનીના ચેરમેને મહિલાને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

રાહુલ ગાંધીના વાળ કાપતાં જ મિથુન ચર્ચામાં

કોંગ્રેસ નેતાના વાળ-દાઢી કરતાં જ વાળંદ મિથુન અને તેનું સલૂન ચર્ચામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ છવાઈ ગયો હતો. ગુરૂવારે (12 મે) કોંગ્રેસના કાર્યરોએ રાહુલ ગાંધીની તરફથી એક શેમ્પુ કરવા માટેની ખુરશી, હેર કટિંગ માટે બે ખુરશી અને એક ઈન્વર્ટર બેટરી ગિફ્ટ કરી હતી. મિથુન સામાન મેળવી અત્યંત ખુશ થઈ ગયો હતો, અને તેણે રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “દેશના આટલા મોટા નેતાએ મારા સલૂનમાં વાળ-દાઢી કરાવ્યા તે મારા માટે મોટી વાત છે, ક્યારેય વિચાર્યુ નથી કે, જીવનમાં આટલા મોટા નેતાની વાળ-દાઢી કરવાનો લ્હાવો મળશે, હું રાહુલજી દ્વારા મોકલવામાં આવેલી ભેટથી ખૂબ ખૂશ છું.”

રાહુલ ગાંધીએ હેરસલૂનના માલિકને આપી ખાસ રિટર્ન ગિફ્ટ, અગાઉ મોચીને આપ્યું હતું સરપ્રાઈઝ 2 - image

રામચેત મોચીને પણ સરપ્રાઈઝ આપ્યું હતું

સુલતાનપુરના રામચેત મોચીને પણ રાહુલ ગાંધીએ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વાસ્તવમાં ગત 26 જુલાઈના રોજ રાહુલનો કાફલો તેમની દુકાન પર રોકાઈ ગયો હતો. સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર રહીને પરત ફરતી વખતે, રાહુલે રામચેતની દુકાનની મુલાકાત લીધી હતી. તે નાની દુકાન પર બેસીને હાથથી ચપ્પલ-જૂતાં  સીવવાનું કામ કરે છે.

રામચેતની આર્થિક સ્થિતિ વિશે જાણકારી મળ્યા બાદ રાહુલ ગાંધીએ ચપ્પલ સીવવાનું સિલાઈ મશીન મોકલ્યું હતું. તેમજ અન્ય સરકારી મદદ આપવાની ખાતરી આપી હતી. હાલમાં ભેટ સ્વરૂપે મળેલી મદદે રામચેતની દુકાનનું નસીબ બદલી નાખ્યું. હવે તેમની પાસે સારી ગુણવત્તાની સામગ્રી છે, જે તેમના કામમાં વધારો કરી રહી છે.

રાહુલ ગાંધીએ હેરસલૂનના માલિકને આપી ખાસ રિટર્ન ગિફ્ટ, અગાઉ મોચીને આપ્યું હતું સરપ્રાઈઝ 3 - image


Google NewsGoogle News