Get The App

અમે જીતીશું તો મહિલાઓને દર મહિને 4000નો ફાયદો કરાવીશું' તેલંગાણામાં રાહુલનો મોટો વાયદો

મુખ્યમંત્રી કેસીઆર સામે તાક્યું નિશાન, કાલેશ્વરમ પ્રોજેક્ટથી પૈસા બનાવવાનો મૂક્યો આરોપ

તેલંગાણા વિધાનસભા ચૂંટણીનો મોરચો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંભાળી લીધો છે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
અમે જીતીશું તો મહિલાઓને દર મહિને 4000નો ફાયદો કરાવીશું' તેલંગાણામાં રાહુલનો મોટો વાયદો 1 - image


Rahul Gandhi in Telangana| તેલંગાણા વિધાનસભા ચૂંટણીનો (Telangana Election 2023) મોરચો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંભાળી લીધો છે. રાજ્યમાં રેલીને સંબોધતા તેમણે મહિલાઓ માટે 4000 રૂપિયાના માસિક પેકેજની જાહેરાત કરી દીધી હતી. તેમણે વાયદો કર્યો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને તેમના પરિવાર દ્વારા ચોરાયેલા દરેક પૈસાની વાપસી સુનિશ્ચિત કરશે.

કેસીઆર સરકાર પર મૂક્યો મોટો આરોપ 

કોંગ્રેસ નેતાએ એ વાત પર ભાર મૂક્યો કે કેસીઆર પરિવારે એક લાખ કરોડ રૂપિયાની વધુની લૂંટ ચલાવી છે. તેમણે કેસીઆર પરિવાર પર કાલેશ્વરમ પ્રોજેક્ટથી પૈસા બનાવવાનો આરોપ મૂક્યો હતો. આ પ્રોજેક્ટ કેસીઆર માટે એટીએમ જેવી છે. રાહુલે કહ્યું કે આ મશીનને ચલાવવા માટે તેલંગાણાના દરેક પરિવારે 2040 સુધી વાર્ષિક 31500 રૂપિયા ચૂકવવા પડશે. તેલંગાણાના લોકોને આશ્વાસન આપતાં રાહુલ ગાંધીએ વાયદો કર્યો કે કોંગ્રેસ કેસીઆરની સરકાર દ્વારા ચોરાયેલા તમામ પૈસાનો હિસાબ લેશે અને સામાન્ય લોકોના બેન્ક ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરાશે. 

કોંગ્રેસ સરકારમાં મહિલાઓને મળશે ખાસ સુવિધા 

રાહુલ ગાંધીએ તેલંગાણાની મહિલાઓ માટે ખાસ ફાયદાની જાહેરાત કરી હતી. રાજ્યના કરોડરજ્જુ તરીકે તેમની ભૂમિકાને જોતાં તેમને દર મહિને સીધા બેન્ક ખાતામાં 2500 રૂપિયા ટ્રાન્સફર કરવાનો વાયદો કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલાઓ 500 રૂપિયાના રાહત દરે ગેસ સિલિન્ડર પણ ખરીદી શકશે. જોકે દેશભરમાં હાલ રસોઈ ગેસના સિલિન્ડરની કિંમત 1000 રૂપિયા છે. આ ઉપરાંત મહિલાઓ માટે બસ સેવા ફ્રી કરાશે જેથી દર મહિને તેમને 1000 રૂપિયા બચત થઇ શકશે અને આ હિસાબે તેમને દર મહિને 4000 રૂપિયાની મદદ મળશે. 

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે 

પાંચ રાજ્યોમાં ચાલુ મહિન વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં તેલંગાણા પણ એક છે. રાજ્યમાં 30 નવેમ્બરે મતદાન શિડ્યુલ છે અને તમામ પાંચ રાજ્યોની સાથે તેલંગાણાના પરિણામ પણ 3 ડિસેમ્બરે આવશે. 

અમે જીતીશું તો મહિલાઓને દર મહિને 4000નો ફાયદો કરાવીશું' તેલંગાણામાં રાહુલનો મોટો વાયદો 2 - image


Google NewsGoogle News