Get The App

આખી પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ, શિક્ષણ મંત્રીને કંઈ સમજાતું નથી... રાહુલ ગાંધીના નિવેદન પછી હોબાળો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
Monsoon Session


Rahul Gandhi jibs On NEET: સંસદમાં આજથી ચોમાસું સત્ર શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ દિવસે જ લોકસભામાં પેપર લીક મામલે હોબાળો થઈ ગયો છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ‘દેશની પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ છે. શિક્ષણ મંત્રીને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે? દેશમાં લાખો વિદ્યાર્થીઓ છે. જે એ વાતથી ચિંતિત છે કે શું થઈ રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે ભારતની એક્ઝામ સિસ્ટમ એક દગા સમાન બની ગઈ છે. લાખો લોકો માને છે કે જો તમે ધનિક છો અને તમારી પાસે પૈસા છે તો તમે ભારતની આ એક્ઝામ સિસ્ટમને ખરીદી શકો છો. વિપક્ષ પણ આવું જ વિચારે છે.’

રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર દેશ સામે સ્પષ્ટ છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં ગંભીર ખામી છે. ફક્ત NEETમાં જ નહીં પણ તમામ મુખ્ય પરીક્ષાઓમાં ગરબડ થઈ રહી છે. મંત્રી (ધર્મેન્દ્ર પ્રધાન)એ પોતાના સિવાય બધાને દોષિત ઠેરવ્યા છે. મને નથી લાગતું કે અહીં જે કંઈ થઈ રહ્યું છે તે એના મૂળ સિદ્ધાંતોને પણ સમજે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યો આર્થિક સર્વેક્ષણ-2024, GDPનો કર્યો ઉલ્લેેખ

શિક્ષણમંત્રીએ કર્યો પલટવાર

રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કરતાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, મારૂ શિક્ષણ અને સંસ્કાર તેમજ મારૂ જાહેર જીવનને મારા નાગરિકોની મંજૂરીની મહોર મળી છે. મારે ગૃહમાં કોઈ પ્રકારની સ્વીકૃત્તિ જોઈતી નથી. દેશના પ્રજાતંત્રે અમારા નેતા મોદીને વડાપ્રધાનની ભૂમિકા આપી છે. તેમના નિર્ણયથી હું ગૃહમાં આવ્યો છું. બૂમ-બરાડા કરવાથી સત્યને ખોટુ પુરવાર કરી શકાય નહીં. હું તમામ પ્રશ્નોના ઉત્તર આપવા બંધાયેલો છું. વિપક્ષ નેતાએ દેશની સમગ્ર પરીક્ષા સિસ્ટમને ખરાબ કહી છે, રબીશ કહી છે...આ દુર્ભાગ્યજનક નિવેદન છે. જેની હું નિંદા કરૂ છું. જેમણે રિમોટથી સરકાર ચલાવી છે. શિક્ષણમાં સુધારા માટે કપિલ સિબ્બલ ત્રણ બિલ લાવ્યા હતા.

નીટમાં પેપર લીકના કોઈ પુરાવા નહીઃ ધર્મેન્દ્રપ્રધાન

NEET પેપર લીક મામલે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. તેનો જવાબ આપતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, 'છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચીફ જસ્ટિસ તેના પર  સુનાવણી કરી રહ્યા છે. NTA પછી 240 પરીક્ષાઓ થઈ છે. 5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને 4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન તદ્દન ખોટું છે. તેમણે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ પર સવાલ ન ઊઠાવવા જોઈએ. પેપર લીક થયાના કોઈ પુરાવા નથી. હાં હું એ વાત સ્વીકારું છે કે અમુક જગ્યાએ ગરબડ થઈ છે. 

  આખી પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ, શિક્ષણ મંત્રીને કંઈ સમજાતું નથી... રાહુલ ગાંધીના નિવેદન પછી હોબાળો 2 - image


Google NewsGoogle News