Get The App

બિલ્કિસ બાનો કેસ મામલે રાહુલ ગાંધીએ સાધ્યું વડાપ્રધાન મોદી પર નિશાન

Updated: Aug 17th, 2022


Google NewsGoogle News
બિલ્કિસ બાનો કેસ મામલે રાહુલ ગાંધીએ સાધ્યું વડાપ્રધાન મોદી પર નિશાન 1 - image


- બિલ્કીસ બાનોના કેસમાં દોષિતોને છોડવા પર રાહુલ ગાંધી રોષે ભરાયા છે, તેમણે કહ્યું હતું કે, આખો દેશ PM મોદીની વાતો અને કામમાં તફાવત જોઈ રહ્યો છે

નવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે બિલકિસ બાનો કેસમાં દોષિતોની મુક્તિને લઈને PM મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આખો દેશ વડાપ્રધાનની વાત અને કામમાં ફર્ક જોઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આવા નિર્ણયોથી દેશની મહિલાઓને શું મેસેજ જશે? 

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, 5 મહિનાની ગર્ભવતી મહિલા પર બળાત્કાર કરનાર અને તેની 3 વર્ષની બાળકીની હત્યા કરનારાઓને 'આઝાદી કે અમૃત મહોત્સવ' દરમિયાન મુક્ત કરવામાં આવ્યા હતા. નારી શક્તિની વાત કરનાર દેશની મહિલાઓને શું મેસેજ આપી રહ્યા છે? તેમણે લખ્યું હતું કે, પ્રધાનમંત્રીજી આખો દેશ તમારી વાતો અને કામ વચ્ચેનો તફાવત જોઈ રહ્યો છે. 

હકીકતમાં 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગર્ભવતી મહિલા બિલકિસ બાનો પર બળાત્કાર થયો હતો. ત્યાર બાદ પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે 11 લોકોને સજા ફટકારી હતી. જો કે, તમામ દોષિતોને મુક્તિ નીતિ હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News