Get The App

દેશનો ખેડૂત બજેટ પર બોજ નથી પરંતુ GDP ગ્રોથનો સૂત્રધાર: રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર

- જે MSP પર ભ્રમ ફેલાવી રહ્યા છે તેઓ ડો. સ્વામીનાથન અને તેમના સપનાનું અપમાન કરી રહ્યા છે: રાહુલ ગાંધી

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
દેશનો ખેડૂત બજેટ પર બોજ નથી પરંતુ GDP ગ્રોથનો સૂત્રધાર: રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2024, મંગળવાર

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી કૂચ કરવા માટે શંભૂ બોર્ડર પર અડગ છે. ખેડૂતોએ પોતાની માંગણીનો લઈને ફરી એક વખત આંદોલન શરૂ કર્યું છે. પોલીસ સતત આ ખેડૂતોને પાછા ધકેલવાનો પ્રયત્ન કરી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે ખેડૂતોની માંગણીઓનું સમર્થન કર્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, MSP ગેરેંટીથી ભારતનો ખેડૂત બજેટ પર બોજ નહીં પરંતુ GDP ગ્રોથનો સૂત્રધાર બનશે.

ભારત સરકારના બજેટમાં સંભવ

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કર્યો છે કે, જ્યારથી કોંગ્રેસે MSPની કાયદાકીય ગેરેંટી આપવાનો સંકલ્પ લીધો છે ત્યારથી મોદીના પ્રચારતંત્ર અને મિત્ર મીડિયાએ MSP પર જૂઠની ઝંડી લગાવી દીધી છે. તેમણે આગળ કહ્યું કે, આ ખોટું છે કે ભારત સરકારના બજેટમાં MSPની કાયદાકીય ગેરંટી આપવી શક્ય નથી. પરંતુ સત્ય એ છે કે CRISIL પ્રમાણે 2022-23માં ખેડૂતોને MSP આપવાથી સરકાર પર 21,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવશે જે કુલ બજેટના માત્ર 0.4% છે.

જ્યારે કરોડો માફ કરી શકાય છે તો......

રાહુલ ગાંધીએ કહ્યું કે જે દેશમાં 14 લાખ કરોડ રૂપિયાની બેંક લોન માફ કરી દેવામાં આવે છે અને કોર્પોરેટ ટેક્સમાં 1.8 લાખ કરોડ રૂપિયાની છૂટ આપવામાં આવી છે ત્યાં ખેડૂતો પર થોડો ખર્ચ પણ તેમની આખમાં કેમ ખટકી રહ્યો છે? કોંગ્રેસના નેતાએ કહ્યું કે MSPની ગેરંટીથી કૃષિમાં રોકાણ વધશે, ગ્રામીણ ભારતમાં માંગ વધશે અને ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવાનો વિશ્વાસ પણ મળશે. જે દેશની સમૃદ્ધિની ગેરંટી છે.

દેશનો ખેડૂત બજેટ પર બોજ નથી પરંતુ GDP ગ્રોથનો સૂત્રધાર

તેમણે આગળ કહ્યું કે, જે MSP પર ભ્રમ ફેલાવી રહ્યા છે તેઓ ડો. સ્વામીનાથન અને તેમના સપનાનું અપમાન કરી રહ્યા છે. MSPની ગેરંટીથી ભારતીય ખેડૂત બજેટ પર બોજ નહીં પરંતુ GDP ગ્રોથનો સૂત્રધાર બનશે. એટલું જ નહીં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં તેઓ સ્વામીનાથન ફોર્મ્યુલાના આધાર પર ખેડૂતોને તેમના પાકના ભાવ આપવાના પાર્ટીના સંકલ્પ વિશે વાત કરી રહ્યા છે.


Google NewsGoogle News