'2014 પછી દેશમાં આક્રમક રાજકારણ જોયું જે લોકશાહી પર...', રાહુલે અમેરિકાથી ભાજપને ઘેર્યો

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
'2014 પછી દેશમાં આક્રમક રાજકારણ જોયું જે લોકશાહી પર...', રાહુલે અમેરિકાથી ભાજપને ઘેર્યો 1 - image


Rahul Gandhi In USA | કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મોડી રાત્રે વોશિંગ્ટન ડીસીમાં ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ભારતમાં કોંગ્રેસ અને અમારા સહયોગીઓ ભાજપ અને આરએસએસ વિરુદ્ધ વૈચારિક યુદ્ધ લડી રહ્યા છે. જે ભારતના બે સંપૂર્ણપણે અલગ દ્રષ્ટિકોણ દર્શાવે છે. અમે બહુમતવાદી અભિગમમાં માનીએ છીએ, જ્યાં દરેકને વિકાસ કરવાનો અધિકાર છે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે 2014 પછી ભારતીય રાજનીતિમાં મોટો બદલાવ આવ્યો છે. અમે એક આક્રમક રાજકારણ જોયું જે અમારી લોકશાહીના માળખા પર હુમલો કરે છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા બનવું એ મારા અગાઉના કામોનું જ વિસ્તરણ છે. અમે બહુવચનવાદી અભિગમમાં માનીએ છીએ અને અમે એક વિઝનમાં વિશ્વાસ કરીએ છીએ જ્યાં દરેકને વિકાસ કરવાનો અધિકાર હોય. ભારતમાં બધી કલ્પનાઓને મુક્તપણે ખીલવાની તક મળવી જોઈએ, જ્યાં તમે કયા ધર્મનું પાલન કરો છો, તમે કયા સમુદાયના છો અથવા તમે કઈ ભાષા બોલો છો તેના આધારે તમારા પર જુલમ ન થતો હોય. બીજી બાજુ, એક કઠોર અને કેન્દ્રિય અભિગમ છે. જેની સામે અમે લડી રહ્યા છીએ. ભારતની સંસ્થાઓનું રક્ષણ કરવાના પ્રયાસ કરીએ છીએ, નબળા વર્ગોની સુરક્ષા કરીએ છીએ. નીચલી જાતિઓ, આદિવાસીઓ, લઘુમતીઓ અને ગરીબ લોકોને રક્ષણ આપવા પ્રયાસ કરીએ છીએ. 

મેં લોકોનો અવાજ બનવા પ્રયાસ કર્યોઃ રાહુલ ગાંધી

ભારત જોડો યાત્રા બાદ મે એવા પ્રયાસો કર્યા કે હું જેટલા લોકોનો અવાજ બની શકતો હતો તે મે કર્યું. એટલા માટે જ તમારે સમજવું પડે કે વાસ્તવમાં શું થઈ રહ્યું છે. તમારે કૃષિજગતમાં ત્યાં ચાલી રહેલા સંઘર્ષો, નાણાકીય વ્યવસ્થા અને કર પ્રણાલીમાં ઊંડે સુધી જવું પડશે. તમારે લોકો સાથે વાત કરવી પડશે અને પછી તેમના દૃષ્ટિકોણને ઊંડાણપૂર્વક સમજવું પડશે અને વ્યાપક પરિપ્રેક્ષ્ય રજૂ કરવું પડશે. I.N.D.A.I. ગઠબંધનનું દેશ માટેનું વિઝન બીજેપીના કેન્દ્રિય અને સરમુખત્યારવાદી દ્રષ્ટિકોણથી સંપૂર્ણપણે અલગ હશે.

'2014 પછી દેશમાં આક્રમક રાજકારણ જોયું જે લોકશાહી પર...', રાહુલે અમેરિકાથી ભાજપને ઘેર્યો 2 - image



Google NewsGoogle News