‘શરદ પવાર દેશના PM નથી...’, અદાણી સાથે મુલાકાત અંગેના સવાલ પર રાહુલ ગાંધીનું નિવેદન

રાહુલ ગાંધીને પૂછાયું કે, શું અદાણી ગ્રુપ મામલે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા એક છે, તો શરદ પવાર કેમ નહીં ? આવી સ્થિતિમાં તમે તેમને સવાલ કરો છો ? તો રાહુલે કહ્યું, મેં તેમને (પવાર)ને સવાલ પૂછ્યો નથી. શરદ પવાર PM નથી, શરદ પવાર અદાણીની રક્ષા કરી રહ્યા નથી, પીએમ મોદી કરી રહ્યા છે, તેથી હું આ સવાલ મોદીને પુછું છું...

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
‘શરદ પવાર દેશના PM નથી...’, અદાણી સાથે મુલાકાત અંગેના સવાલ પર રાહુલ ગાંધીનું નિવેદન 1 - image

નવી દિલ્હી, તા.18 ઓક્ટોબર-2023, બુધવાર

કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી અદાણી ગ્રુપ (Adani Group) અને કેન્દ્ર સરકાર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર (Sharad Pawar) અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) વચ્ચેની મુલાકાત અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ (શરદ પવાર) વડાપ્રધાન નથી.

અદાણી ગ્રુપ મામલે ઈન્ડિયા ગઠબંધન એક, તો શરદ પવાર કેમ નહીં ? રાહુલને પૂછાયો સવાલ

રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, અદાણી ગ્રુપ મામલે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા એક છે, તો શરદ પવાર કેમ નહીં ? આવી સ્થિતિમાં તમે તેમને સવાલ કરો છો ? તો રાહુલે કહ્યું કે, ‘મેં તેમને (પવાર)ને સવાલ પૂછ્યો નથી. શરદ પવાર ભારતના વડાપ્રધાન નથી, શરદ પવાર અદાણીની રક્ષા કરી રહ્યા નથી, પીએમ મોદી (PM Modi) કરી રહ્યા છે, તેથી હું આ સવાલ મોદીને પુછું છું, શરદ પવારને નહીં... તેઓ (શરદ પવાર) દેશના વડાપ્રધાન હોત તો મેં તેમને સવાલ પૂછ્યો હતો.’

શરદ પવારે શું કહ્યું હતું ?

કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો સંસદમાં માંગ કરી રહ્યા છે કે, અદાણી ગ્રુપના કેસની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા કરાવવામાં આવે, જે અંગે પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે કહ્યું હતું કે, જેપીસી તપાસ કરાવવાથી કોઈ ફાયદો નથી, કારણ કે તેમાં સરકારના વધુ લોકો હોય છે. તેમણે ગૌતમ અદાણી સાથે મુલાકાત પણ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં કોંગ્રેસ, એમસીપી, શિવસેના, સમાજવાદી પાર્ટી, ડીએમકે, આમ આદમી પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ સહિત ઘણા પક્ષો છે. આ તમામ પક્ષોએ આગામી લોકસભા ચૂંટણી-2024માં ભાજપની આગેવાની હેઠળની રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ને પડકાર ફેંકવા એકથઈ ગઠબંધનની રચના કરી છે.


Google NewsGoogle News