Get The App

‘વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી જવાબ આપે...’ ટ્રેનિંગ દરમિયાન બે અગ્નિવીરોના મોત મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
‘વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી જવાબ આપે...’ ટ્રેનિંગ દરમિયાન બે અગ્નિવીરોના મોત મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર 1 - image


Rahul Gandhi Raised Question Agniveer Scheme : મહારાષ્ટ્રનાં નાસિક ખાતે તાજેતરમાં જ અગ્નિવીરની તાલીમ સમયે ઈન્ડિયન ફિલ્ડ ગન (તોપ)માંથી ગોળો ફેંકતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં બે તાલીમાર્થીએ જીવ ગુમાવ્યા હતાં, જેમાં જામકંડોરણા પંથકનાં આંચવડ ગામનાં વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.20) પણ શહીદ થયાં હતા. હવે આ ઘટના મામલે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બે અગ્નિવીરની શહીદી મુદ્દે એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે ફરી અગ્નિવીર યોજના પર આંગળી ચીંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના પર ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધીએ આજે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘નાસિકમાં ટ્રેનિંગ દરમિયાન બે અગ્નિવીર ગોહિલ વિશ્વરાજસિંહ અને સૈફત શિતનું નિધન એક દુઃખદ ઘટના છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ ઘટના ફરી અગ્નિવીર યોજના પર ગંભીર સવાલો ઉભા કરે છે અને ભાજપ સરકાર પર તેનો જવાબ આપવામાં અસફળ થઈ છે.’

રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર સામે કર્યા સવાલ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક પછી એક પોસ્ટ કરીને કેન્દ્ર સરકારને અનેક સવાલો પૂછી જવાબ માંગ્યા છે. તેમણે કહ્યું કે, ‘જે રીતે અન્ય જવાનોની શહીદી પર તેમના પરિવારને વળતર ચૂકવવામાં આવે છે, તે મુજબ ગોહિલ અને સૈફતના પરિવારોને સમયસર વળતર મળશે ?’

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત...' બાબા સિદ્દિકીની હત્યા પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

‘શહીદી બાદ આ ભેદભાવ શા માટે?’

તેમણે મોદી સરકારને વધુ એક સવાલ કર્યો છે કે, ‘બંને સૈનિકોની જવાબદારી અને બલિદાન સમાન છે, તો પછી અગ્નિવીરોના પરિવારોને પેન્શન અને અન્ય સરકારી સુવિધાનો લાભ કેમ નહીં અપાય? તેમની શહીદી પર આ ભેદભાવ શા માટે?

અગ્નિપથ યોજના સેના સાથે અન્યાય

રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજના પર નિશાન સાધી કહ્યું કે, ‘અગ્નિપથ યોજનાથી સેના સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને આપણા વીર જવાનોનું અપમાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીએ જવાબ આપવો જોઈએ કે, શા માટે એક સૈનિકનું જીવન બીજા સૈનિક કરતાં વધુ મૂલ્યવાન છે?

આ પણ વાંચો : કેમ સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ? જાણો ક્યાંથી શરૂ થઈ દુશ્મનાવટ


Google NewsGoogle News