‘કોંગ્રેસમાં ઘણી મહિલાઓ, જેઓ શ્રેષ્ઠ મુખ્યમંત્રી બની શકે છે’, મહિલા કોંગ્રેસની રેલીમાં બોલ્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, આગામી 10 વર્ષમાં 50 ટકા મહિલા મુખ્યમંત્રીઓ બનાવવા કોંગ્રેસનું લક્ષ્ય
આપણી પાસે ઘણી ઓછી મહિલા CM, કોંગ્રેસમાં ઘણી મહિલા છે, જેઓ શ્રેષ્ઠ CM બની શકે છે : રાહુલ
એર્નાકુલમ, તા.1 ડિસેમ્બર-2023, શુક્રવાર
કોંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એર્નાકુલમની મુલાકાતે છે. રાહુલે અહીં ‘ઉત્સાહ’ મહિલા કોંગ્રેસ દ્વારા આયોજીત સંમેલન ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે સત્તામાં મહિલાઓનો અભાવ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આપણી પાસે મહિલા મુખ્યમંત્રીઓનો અભાવ : કોંગ્રેસ
તેમણે કહ્યું કે, આજે આપણી પાસે મહિલા મુખ્યમંત્રીઓનો અભાવ છે. આપણી પાસે આગામી 10 વર્ષમાં 50 ટકા મુખ્યમંત્રી હોય, તે કોંગ્રેસ માટે સારું લક્ષ્ય હશે. આપણી પાસે ઘણી ઓછી મહિલા મુખ્યમંત્રીઓ છે. કોંગ્રેસ પાર્ટીમાં ઘણી મહિલાઓ છે, જેઓ એક શ્રેષ્ઠ મુખ્યમંત્રી બની શકે છે. રાહુલે કહ્યું કે, હવે આપણું કામ કોંગ્રેસના તમામ સ્તરે વધુમાં વધુ મહિલાઓની ભાગીદારી હોય, તે સુનિશ્ચિત કરવાનું છે.
પ્રજા વિરોધી નીતિઓ વિરુદ્ધ કોંગ્રેસ યોજશે રેલી
અગાઉ કેરળના વિપક્ષી નેતા વીડી સતીસને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની પ્રજા વિરોધી નીતિઓને ઉજાગર કરવા કોંગ્રેસ દ્વાાર એક રેલીનું આયોજન કરાશે, જેમાં પક્ષના કાર્યકર્તાઓ ઉપરાંત મહિલા કોંગ્રેસના વોર્ડ સ્તરના તમામ પદાધિકારી સામેલ થશે. તેમણે કહ્યું કે, અમારી રેલી મહિલાઓ અને બાળકો પર થતી હિંસાને રોકવામાં નિષ્ફળ ગયેલી સરકારો માટે ચેતવણીરૂપ છે.