Get The App

'બેરોજગારીની બીમારી ભારતમાં મહામારી બની, ભાજપ શાસિત રાજ્યો એપીસેન્ટર', રાહુલ ગાંધીના પ્રહાર

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
rahul gandhi on unemployment


Rahul Gandhi on Gujarat Viral Video: ગુજરાતનો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાં 1000 થી વધુ યુવાનો પાંચ જગ્યાઓ માટે નોકરીની અરજી કરવા પહોંચ્યા હતા. ભરચક ભીડ અને નાસભાગ જેવી સ્થિતિ વીડિયોમાં જોઈ શકાય છે. એવામાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ વાયરલ વીડિયો પર ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ભારતમાં બેરોજગારીની બિમારીએ મહામારીનું સ્વરૂપ લીધું છે.

એક ખાનગી કંપનીમાં 5 જગ્યા માટે 1000 અરજી

ગુજરાતમાં એક વાયરલ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા હતા. અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં 5 પોસ્ટની ખાલી જગ્યા માટે લગભગ 1000 યુવાનોએ અરજી કરી હતી. 10 સ્થળોએ યોજાયેલા ઈન્ટરવ્યુમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. પરિણામે સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. કેમિકલ ફેક્ટરીમાં શિફ્ટ ઇન્ચાર્જ અને પ્લાન્ટ ઓપરેટર સહિતની વિવિધ જગ્યાઓ માટે વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારોની જગ્યા ખાલી હતી. 

જેના માટે કંપનીએ એક હોટેલમાં વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કર્યું હતું. જેના માટે બી.ઈ. સહિતના વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવામાં આવી હતી. જેના માટે ઈન્ટરવ્યૂ આપવા માટે ઉમેદવારોની ભારે ભીડ પહોંચી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડને કારણે હોટલની રેલિંગ વાંકી પડી હતી, જેના કારણે એક યુવક પડી ગયો હતો અને નજીકના વાહનોને નુકસાન થયું હતું.

રાહુલ ગાંધીએ કર્યા ભાજપ સરકાર પર પ્રહાર

આ વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા લખ્યું હતું કે, સામાન્ય નોકરી માટે કતારોમાં ઉભેલા 'ભારતનું ભવિષ્ય' એ નરેન્દ્ર મોદીના 'અમૃત કાલ'ની વાસ્તવિકતા છે. આ ઘટના હોવા છતાં, ટિપ્પણી માટે કંપનીનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

આ પણ વાંચો: બેરોજગારીની વરવી વાસ્તવિકતા, અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં નોકરી માટે યુવાનોની પડાપડી

'બેરોજગારીની બીમારી ભારતમાં મહામારી બની, ભાજપ શાસિત રાજ્યો એપીસેન્ટર', રાહુલ ગાંધીના પ્રહાર 2 - image


Google NewsGoogle News