Get The App

'આઠ વર્ષ બાદ પણ રોકડનું સર્ક્યુલેશન ઘટ્યું નહીં...', રાહુલ ગાંધીએ નોટબંધી પર ફરી સરકારને બાનમાં લીધી

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi


Rahul Gandhi On Demonetization: મોદી સરકારે આઠ નવેમ્બર, 2016માં મધ્ય રાત્રિએ જ 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાદતાં નોટબંધી લાગુ કરી હતી. આમ કરવા પાછળનું કારણ ભ્રષ્ટાચારમાં ઘટાડો અને કાળા નાણાંને બહાર કઢાવવા ઉપરાંત રોકડના સર્ક્યુલેશનમાં ઘટાડો કરવાનો હતું.

સદનમાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નોટબંધીને આઠ વર્ષ પૂર્ણ થતાં આ ઐતિહાસિક ઘટનાને ફરી યાદ કરતાં કેન્દ્ર સરકાર પર સકંજો કસ્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, નોટબંધી બાદ પણ આજે પણ ભારતમાં રોકડનો ઉપયોગ વધુ છે. નોટબંધીનો ઉદ્દેશ રોકડ પર નિર્ભરતા ઘટાડવા અને ડિજિટલ ટ્રાન્જેક્શનને વેગ આપવાનો હતો, પરંતુ તેની અસર નહિવત રહી છે.

રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ

સોશિયલ મીડિયા X પર રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, નિષ્ણાતોનું માનવુ છે કે, નોટબંધીથી એમએસએમઇ અને બિનસંગઠિત ક્ષેત્રો પર ઊંડી અસર થઈ છે. જેના કારણે માર્કેટમાં મોટા વેપારોનો એકાધિકાર વધ્યો છે, અને નાના ઉદ્યોગોને નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? ટ્રમ્પની જીતથી શેખ હસીનાને વાપસી આશા



આર્થિક ક્ષમતા નબળી પડી

આર્થિક સ્થિતિ અંગે વાત કરતાં ગાંધીએ જણાવ્યું હતું કે, અર્થશાસ્ત્રીઓના મતે દેશમાં ખોટી નીતિઓના કારણે વેપાર જગત માટે ભયનો માહોલ સર્જાયો છે. દેશની આર્થિક ક્ષમતા નબળી પડી છે. આર્થિક વિકાસ રુંધાયો છે. એવી નીતિની જરૂર છે એને છે જે નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે અને નાના અને પ્રમાણિક ધંધાઓને વેગ આપે.

8 નવેમ્બર મોટા પરિવર્તનનું સાક્ષી

8 નવેમ્બર 2016ની તારીખ દેશમાં એક મોટા નિર્ણય અને પરિવર્તનની સાક્ષી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. તે જ દિવસની મધરાતથી 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, પરંતુ ત્યારબાદ નવી નોટો કરન્સી માર્કેટનો એક ભાગ બની હતી.

રોકડનો વપરાશ કેટલો વધ્યો?

વર્ષ 2022ના એક રિપોર્ટ અનુસાર, નોટબંધી બાદ દેશમાં રોકડનું સર્ક્યુલેશન 71.84 ટકા વધ્યું હતું. જ્યારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે 4 નવેમ્બર 2016ના રોજ દેશમાં 17.7 લાખ કરોડ રૂપિયાની રોકડ હતી. જ્યારે 29 ઑક્ટોબર 2021થી તે વધીને 29.17 લાખ કરોડ રૂપિયા થયું હતું. 2021માં નોટોના સર્ક્યુલેશનમાં લગભગ 64 ટકાનો વધારો થયો હતો, વર્ષ 2022માં એટલે કે નોટબંધીના છઠ્ઠા વર્ષે નોટનું ચલણ વધી 72 ટકા નોંધાયું હતું.

'આઠ વર્ષ બાદ પણ રોકડનું સર્ક્યુલેશન ઘટ્યું નહીં...', રાહુલ ગાંધીએ નોટબંધી પર ફરી સરકારને બાનમાં લીધી 2 - image


Google NewsGoogle News