ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીના ‘હમશકલ’નો ઉપયોગ?, આસામ CMએ કહ્યું- એનું નામ-સરનામું પણ જણાવીશ!
આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ સરમાએ કહ્યું કે હું એમ જ હવામાં વાતો નથી કરતો
Assam CM and Rahul Gandhi Controversy | આસામ સીએમ હિમંતા બિશ્વ સરમાએ કહ્યું કે હું જલદી જ રાહુલ ગાંધીના હમશકલનું નામ અને સરનામું જાહેર કરીશ. તેમણે આરોપ મૂક્યો હતો કે આસામમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં આયોજિત ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના હમશકલનો ઉપયોગ કરાયો હતો. જ્યારે તેમને આ દાવા અંગે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે હું જલદી જ તેનું નામ-સરનામું જાહેર કરીશ.
આસામના મુખ્યમંત્રીએ કહ્યું - થોડા દિવસમાં મળશે જાણકારી
આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ સરમાએ કહ્યું કે હું એમ જ હવામાં વાતો નથી કરતો. હમશકલનું નામ અને કેવી રીતે આ બધું કરાયું તેની સંપૂર્ણ જાણકારી શેર કરીશ. બસ થોડાક દિવસ રાહ જુઓ. શનિવારે આસામ સીએમ સોનિતપુર જિલ્લામાં ગયા હતા, ત્યાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે હું દિબ્રૂગઢમાં રહીશ અને આગામી દિવસે ગુવાહાટી જઇશ. એકવાર જ્યારે હું ગુવાહાટી પહોંચી જઈશ તો હું હમશકલનું નામ અને સરનામાની જાણકારી શેર કરીશ.