VIDEO: રાહુલ ગાંધીનું સરનામું બદલાયું, વિપક્ષી નેતા બનતાં મળ્યો આવો બંગલો
Image: IANS |
Rahul Gandhi Moved New Bungalow: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ઘરનું એડ્રેસ બદલાવવા જઈ રહ્યું છે. કોંગ્રેસ નેતાને નવો બંગલો આપવામાં આવશે. શુક્રવારે કોંગ્રેસ નેતા અને રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીએ નવા બંગલાની મુલાકાત લીધી હતી.
જાણકારી અનુસાર, રાહુલ ગાંધીના સોનેરી બાગમાં બંગલા નંબર 5 ફાળવ્યો છે. અગાઉ રાહુલ ગાંધીના સરકારી આવાસ 12 તુઘલક લેન, નવી દિલ્હી હતું. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષ નેતા બનતાંની સાથે તે ટાઈપ 8 બંગલાના હકદાર બન્યા છે. તેમની પાસે કેબિનેટ મંત્રીનો દરજ્જો છે.
લોકસભા સભ્યપદ ગુમાવ્યા બાદ ખાલી કરવો પડ્યો હતો બંગલો
ગયા વર્ષે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમણે 12 તુઘલક લેન સ્થિત બંગલો ખાલી કરવો પડ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ફરી એકવાર તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. સભ્યપદ પુનઃસ્થાપિત કર્યા પછી તેમને ફરીથી બંગલો પાછો ફાળવવામાં આવ્યો. જો કે, તેમણે બંગલો લેવાનો ઇનકાર કર્યો અને નક્કી કર્યું કે તે તેની માતા સોનિયા ગાંધા સાથે રહેશે.
આ પણ વાંચોઃ ખિસ્સામાં હાથ નાંખીને ના આવશો મંત્રીજી...', સંસદમાં કેમ ભડક્યાં સ્પીકર ઓમ બિરલા
પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે
હાલ રાહુલ ગાંધી 10 જનપથ સ્થિત બંગલામાં રહે છે. આ વર્ષની લોકસભા ચૂંટણીમાં તેઓ બે લોકસભા બેઠકો, વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા. તેઓ બંને બેઠકો પરથી જીત્યા હતા. જીત્યા બાદ તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી જ્યાંથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવાના છે.