'જનાદેશનો સ્વીકાર, લોકસભા 'INDIA' પાર્ટીઓ સાથે લડીશું...', રાહુલ ગાંધી, ખડગે અને ગેહલોતનું મોટું નિવેદન
જનાદેશનો સ્વીકાર કરીએ છીએ, વિચારધારાની લડાઈ ચાલુ રહેશે : રાહુલ ગાંધી
INDIAની પાર્ટીઓ સાથે આગામી લોકસભા લડીશું : મલ્લિકાર્જુન ખડગે
Election result 2023: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં આજે મતગણતરી થઈ રહી છે. મધ્યપ્રદેશની સાથોસાથ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકાર બનતી નજરે પડી રહી છે. આ સિવાય તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવતી નજરે પડી રહી છે. ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, મધ્ય પ્રદેશમાં ફરી ભાજપ સરકાર હશે. ત્યારે કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢને ગુમાવી દીધું છે. પરંતુ તેણે BRS પાર્ટીએ તેલંગાણાને છીનવી લીધું છે. અહીં KCR જીતની હેટ્રિક ન લગાવી શક્યા. ત્યારે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર પર કોંગ્રેસ નેતાના નિવેદનો સામે આવ્યા છે.
જનાદેશનો સ્વીકાર કરીએ છીએ : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ત્રણેય રાજ્યોની હાર પર લખ્યું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના જનાદેશ અમે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. વિચારધારાની લડાઈ યથાવત્ રહેશે. તેલંગાણાના લોકોને મારો ખુબ આભાર. તમામ કાર્યકર્તાઓનો તેમની મહેનત અને સમર્થન માટે દિલથી આભાર.
INDIAની પાર્ટીઓ સાથે આગામી લોકસભા લડીશું : મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ પાર્ટીને માત્ર તેલંગાણામાં જીત મળતી દેખાઈ રહી છે. તેવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જીત માટે તેલંગાણાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યુ કે, હું લોકોને તેમને મળેલા જનાદેશ માટે આભાર વ્યક્ત કરું છું. હું તે તમામનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અમને મત આપ્યા. આ ત્રણ રાજ્યોમાં અમારું પ્રદર્શન નિઃસંદેહ નિરાશાજનક રહ્યું છે, પરંતુ દૃઢ સંકલ્પ સાથે, અમે ત્રણ રાજ્યોને ખુદને પુનર્નિમાણ અને પુનર્જીવિત કરવામાં પોતાના મજબૂત સંકલ્પની પુષ્ટિ કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટીએ આ ચારેય રાજ્યોમાં જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો. હું અમારા લાખો કાર્યકર્તાઓના પ્રયાસને સ્વીકાર કરું છું અને તેમની સરાહના કરું છું. અમે અસ્થાયી અસફળતાઓથી બહાર આવીશું અને INDIAની પાર્ટીઓ સાથે આગામી લોકસભા ચૂંટણી માટે ખુદને સમગ્ર રીતે તૈયાર કરીશું.
રાજસ્થાન હાર્યા બાદ CM ગેહલોતનું ટ્વિટ
રાજસ્થાનના CM અશોક ગેહલોતે પોતાની હાર સ્વીકારતા ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું કે, રાજસ્થાનની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનો અમે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. આ તમામ માટે એક અનપેક્ષિત પરિણામ છે. આ હાર બતાવે છે કે, અમે પોતાની યોજનાઓ, કાયદાઓ અને નવા વિચારોને જનતા સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા. હું નવી સરકારને શુભકામનાઓ આપું છું. મારી તેમને સલાહ છે કે, અમે કામકરવા છતા સફળ ન થઈ શક્યા, તેનો મતલબ એ નથી કે તેઓ સરકારમાં આવ્યા બાદ કામ જ ન કરે. OPS, ચિરંજીવી સહિત તમામ યોજનાઓ અને જે વિકાસની ગતિ આ 5 વર્ષોમાં રાજસ્થાને અમને આપી છે તેઓ તેને આગળ વધારે. હું તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું, જેમણે આ ચૂંટણીમાં પૂરી મહેનત અને તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું જેમણે અમારા પર વિશ્વાસ કર્યો.
ત્રણ રાજ્યોમાં મળેલી પ્રચંડ જીત પર વડાપ્રધાન મોદીનું નિવેદન
વડાપ્રધાને 'X' પર લખ્યું કે, જનતા જનાર્દનને નમન! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામ બતાવી રહ્યા છે કે, ભારતની જનતાનો ભરોસો માત્ર અને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં છે, તેમનો ભરોસો ભાજપમાં છે. ભાજપ પર પોતાનો સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ વરસાવવા માટે હું તમામ રાજ્યોના પરિવારજનોનો, ખાસ કરીને માતાઓ-બહેનો-દીકરીઓનો, અમારા યુવા વોટર્સનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. હું તેમને ભરોસો અપાવું છું કે, તમારા કલ્યાણ માટે અમે સતત અથાગ પરિશ્રમ કરતા રહીશું. આ અવસર પર પાર્ટી તમામ પરિશ્રમી કાર્યકર્તાઓનો વિશેષ રીતે આભાર! આપ સૌએ અદભુત ઉદાહરણ રજૂ કર્યું છે. ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને તમે જે રીતે લોકો વચ્ચે પહોંચાડી, તેમની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. અમે વિકસિત ભારતના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યા છીએ. આપણને ના અટકવાનું છે, ના અટકવાનું છે. આપણે ભારતને વિજયી બનાવવાનું છે. આજે આ દિશામાં આપણે મળીને એક સશક્ત પગલું ભર્યું છે.
અમિત શાહે આપી જીતની શુભેચ્છા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ત્રણ રાજ્યોમાં ભાજપની જીત માટે જનતાને શુભકામના પાઠવી અને કહ્યું કે, આ જીત મોદીજીના નેતૃત્વ પર જનતાના અતૂટ વિશ્વાસની જીત છે. આ શાનદાર જીત માટે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને શુભકામના અને તમામ કાર્યકર્તાઓને ખુબ-ખુબ શુભેચ્છા.