Get The App

કડકડતી ઠંડીમાં રસ્તે સૂતા લોકો માટે પણ પાણી નથી: AIIMSની મુલાકાત બાદ રાહુલ ગાંધીનો નડ્ડાને પત્ર

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
કડકડતી ઠંડીમાં રસ્તે સૂતા લોકો માટે પણ પાણી નથી: AIIMSની મુલાકાત બાદ રાહુલ ગાંધીનો નડ્ડાને પત્ર 1 - image


Rahul Gandhi Letter To JP Nadda: દિલ્હીની AIIMSની સુવિધાઓ અંગે કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને પત્ર લખ્યો છે. આ પત્ર મારફત રાહુલ ગાંધીએ દર્દીઓને અને તેના પરિવારજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશભરમાંથી દિલ્હી AIIMS આવતાં દર્દીઓ અને તેમના પરિજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે દિલ્હી મુખ્યમંત્રી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખ્યો છે. મેં છેલ્લા કેટલાક દિવસોથી નોંધ લીધી છે કે, કડકડતી ઠંડીમાં દર્દીના પરિવારજનો મેટ્રો સ્ટેશન નીચે સૂવા મજબૂર છે. તેમના માટે ત્યાં પાણીની કે શૌચાલયની સુવિધા નથી. આસપાસ પણ ગંદકી અને કચરાઓના ઢગલાં જોવા મળી રહ્યા છે.



દર્દીઓને નથી મળી રહી સ્વાસ્થ્ય સુવિધાઓ

કોંગ્રેસ નેતાએ પત્રમાં લખ્યું છે કે, આટલી મોટી સંખ્યામાં દર્દીઓ દિલ્હીની AIIMS આવી રહ્યા છે, જે દર્શાવે છે કે, તેમને તેમના નિવાસ સ્થાને સારી, સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહી નથી. આશા છે કે, મારા પત્રની નોંધ લેતાં દિલ્હીના મુખ્યમંત્રી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આ માનવીય સંકટને દૂર કરવા તાત્કાલિક પગલાં લેશે. તેમજ આગામી બજેટમાં પબ્લિક હેલ્થકેર સિસ્ટમને મજબૂત બનાવવા નિર્ણાયક પગલાં ઉપરાંત જરૂરી સંસાધનોમાં પણ વધારો કરશે.


રાહુલ ગાંધીએ AIIMSની મુલાકાત લીધી

રાહુલ ગાંધીએ આ ભલામણો કરતો પત્ર લખતાં પહેલાં AIIMS અને તેની આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં કૅપ્શન લખી હતી કે, AIIMSની બહાર નરક, દેશભરમાંથી આવેલા ગરીબ દર્દીઓ અને પરિવાર AIIMSની બહાર ઠંડી, ગંદકીમાં અને ભૂખ્યા ઊંઘવા મજબૂર છે. તેમની પાસે છત પણ નથી. શૌચાલય અને પાણીની વ્યવસ્થા પણ નથી. મોટા-મોટા દાવાઓ કરતી કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર આ માનવીય સંકટ પર આંખ આડા કાન કરી રહી છે.

કડકડતી ઠંડીમાં રસ્તે સૂતા લોકો માટે પણ પાણી નથી: AIIMSની મુલાકાત બાદ રાહુલ ગાંધીનો નડ્ડાને પત્ર 2 - image


Google NewsGoogle News