Get The App

રાહુલ ગાંધી વિપક્ષી મોરચાના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા, હવે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધી વિપક્ષી મોરચાના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા, હવે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે 1 - image


Rahul Gandhi: લોકસભા 2024ની ચૂંટણીમાં સદીથી એક બેઠક ચૂંકી ગયેલી ગયેલી કોંગ્રેસ હવે બીજી મોટી જવાબદારી માટે રાહુલ ગાંધી તરફ જોઈ રહી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પાર્ટીના નેતાઓ રાહુલને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે જોવા માંગે છે. જો કે આ અંગે કોઈ નેતા દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કે નિવેદન આપવામાં આવ્યું નથી તેમજ રાહુલે પણ પોતાની ભવિષ્યની ભૂમિકા વિશે સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી. જો કે રાહુલે બીજો નિર્ણય લેવો પડશે કે તેઓ રાયબરેલી બેઠક છોડશે કે વાયનાડ?

રાહુલ વિપક્ષી મોરચાના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ સરકારમાં એટલે કે વર્ષ 2014માં લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંભાળી હતી. આ પછી તેઓ રાજ્યસભામાં ગયા હતા અને ત્યાં વિપક્ષના નેતા બન્યા. જ્યારે અધીર રંજન ચૌધરી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા હતા. ખાસ વાત એ છે કે ચૌધરી તૃણમૂલ કોંગ્રેસના હાથે ચૂંટણી પણ હારી ચૂક્યા છે. નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે નેતાઓ રાહુલને લોકસભામાં કોંગ્રેસનો ચહેરો બનાવવા ઈચ્છે છે, પરંતુ તેઓ આ પદ સંભાળવાનો ઈન્કાર કરતા રહ્યા છે. ખાસ વાત એ છે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષી મોરચાના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. આવી સ્થિતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તેઓ હવે લોકસભામાં પણ આ ભૂમિકા ભજવી શકે છે.

રાયબરેલી કે વાયનાડ?

2019ની જેમ રાહુલે 2024ની લોકસભાની ચૂંટણી પણ દેશની બે બેઠકો પરથી લડી હતી. જેમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠકનો સમાવેશ થાય છે. જો કે, 2019થી વિપરીત, તેમણે એકને બદલે બંને બેઠકો વિશાળ માર્જિનથી જીતી હતી. હાલમાં રાહુલે એ પણ નક્કી કરવાનું છે કે તેઓ રાયબરેલીમાં રહેશે કે વાયનાડ તરફ જશે.

રાહુલ ગાંધી વિપક્ષી મોરચાના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા, હવે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે 2 - image


Google NewsGoogle News