રાહુલ ગાંધી પાસે રોકડા નાણા માત્ર ૫૫૦૦૦ રુપિયા, વાયનાડમાં નામાંકન સમયે સોગંદનામું
દરેક ઉમેદવારે નામાંકન ભરવાની સાથે જ એક સોંગંદનામું રજુ કરવું પડે છે
સોગંદનામામાં જણાવ્યા અનુસાર ૨૦ કરોડ થી વધુની સંપતિ
વાયનાડ, 5 એપ્રિલ,2024 , શુક્વાર
રાહુલ ગાંધીએ કેરલની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ચુંટણી પંચના નિયમ અનુસાર ઉમેદવારે નામાંકન ભરવાની સાથે જ એક સોંગંદનામું રજુ કરવાનું હોય છે જેમાં ઉમેદવારે પોતાની અચ અચલ સંપતિ અને રોકડા નાણાની વિગતો ફરજીયાત દર્શાવવી પડે છે.
રાહુલ ગાંધીએ વાયનાડમાં નામાંકન પત્ર સાથેના સોગંદનામામાં જણાવ્યા અનુસાર પોતાની પાસે ૨૦ કરોડ રુપિયાથી વધુની સંપતિ છે. સોગંદનામા અનુસાર ૯૨૪૫૯૨૬૪ રુપિયાની ચલ સંપતિ છે. જયારે પોતાની સ્વયં કમાયેલી અચલ સંપતિનું મૂલ્ય રુપિયા ૭૯૩૦૩૯૭૭ છે. સ્વ અર્જીત અચલ સંપતિનું વર્તમાન બજારમાં મૂલ્ય ૯૦૪૮૯૦૦૦ છે. વારસમાં મળેલી સંપતિનું મૂલ્ય ૨૧૦૧૩૫૯૮ રુપિયા છે. સોગંદનામામાં દર્શાવાયું છે કે રાહુલ ગાંધી પર ૪૯૭૯૧૮૪ રુપિયાનું દેણું છે.
જયારે પોતાની પાસે ૫૫૦૦૦ રોકડા રુપિયા છે. વાયનાડમાં નામાંકન દાખલ કરવાની સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ચુંટણી પ્રચાર માટેના રોડ શોનો પ્રારંભ કર્યો હતો. ગત ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં વાયનાડ બેઠક પર રાહુલ ગાંધીનો ૪ લાખ કરતા વધુ મતોથી વિજય થયો હતો જયારે અમેઠીની પરંપરાગત બેઠક ગુમાવી હતી. અમેઠી બેઠક પર લોકસભા ૨૦૨૪ની ચુંટણીમાં કોંગ્રેસ સ્મૃતિ ઇરાની સામે કોને મેદાનમાં ઉતારશે તે હજુ નકકી થઇ શકયું નથી.