'હાથમાં દાંતરડું, માથે ગમછો' છત્તીસગઢમાં રાહુલ ગાંધી ખેડૂતોની મુલાકાતે, નવા અંદાજમાં જોવા મળ્યાં

રાહુલ ગાંધી બે દિવસ માટે છત્તીસગઢની મુલાકાતે ગયા હતા

અહીં તેમણે કોંગ્રેસ સરકારના ખેડૂતો માટે કરેલા 5 શ્રેષ્ઠ કામ ગણાવ્યાં

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
'હાથમાં દાંતરડું, માથે ગમછો' છત્તીસગઢમાં રાહુલ ગાંધી ખેડૂતોની મુલાકાતે, નવા અંદાજમાં જોવા મળ્યાં 1 - image


Chhattisgarh Election 2023 |  વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી છત્તીસગઢની (Rahul Gandhi in Chhattisgarh) મુલાકાતે પહોંચ્યા છે. આ પ્રવાસના બીજા દિવસે તેમણે નવા રાયપુરના કઠિયા ગામની મુલાકાત લીધી હતી. અહીં તેઓ ફરી એકવાર નવા લૂકમાં જોવા મળ્યાં. તેમના હાથમાં દાંતરડું અને માથે ગમછો બાંધીને જોવા મળ્યાં હતાં. 

ખેતરમાં પાકની લણણી કરી 

રાહુલ ગાંધીએ આ દરમિયાન ખેડૂતો (Rahul Gandhi) સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે પાકની લણણીમાં મદદ કરી હતી. ટ્વિટર પર તેમણે આ અંગે પોસ્ટ પણ મૂકી છે. જેમાં હાથમાં પાક સાથે રાહુલ ગાંધી અને ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂ દેખાઈ રહ્યા છે. 

રાહુલે ગણાવ્યાં કોંગ્રેસ સરકારના 5 શ્રેષ્ઠ કામ

આ દરમિયાન રાહુલ ગાંધીએ ખેડૂતો માટે કોંગ્રેસ સરકાર દ્વારા કરાયેલા 5 સર્વશ્રેષ્ઠ કામ પણ ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ છત્તીસગઢનું એવું મોડેલ છે જેને સમગ્ર દેશમાં અમલમાં લવાશે. રાહુલ ગાંધીએ આ દરમિયાન ટ્વિટમાં લખ્યું હતું કે ખેડૂત ખુશ તો ભારત ખુશ! 

'હાથમાં દાંતરડું, માથે ગમછો' છત્તીસગઢમાં રાહુલ ગાંધી ખેડૂતોની મુલાકાતે, નવા અંદાજમાં જોવા મળ્યાં 2 - image

 


Google NewsGoogle News