Get The App

રાહુલ ગાંધીને મોટી રાહત, માનહાનિ કેસમાં વિશેષ કોર્ટે આપ્યા જામીન, ભાજપ નેતાએ કર્યો હતો કેસ

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીને મોટી રાહત, માનહાનિ કેસમાં વિશેષ કોર્ટે આપ્યા જામીન, ભાજપ નેતાએ કર્યો હતો કેસ 1 - image


Lok Sabha Elections Result 2024 | રાહુલ ગાંધી માટે માનહાનિના કેસમાં મોટી રાહત સમાન અહેવાલ સામે આવ્યા છે. કર્ણાટક ભાજપના એમએલસી કેશવ પ્રસાદ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં વિશેષ કોર્ટે તેમને જામીન આપી દીધા છે. 

મામલો શું હતો? 

ખરેખર તો કર્ણાટક ભાજપે કોંગ્રેસ સામે મુખ્યધારાના અખબારોમાં કથિતરૂપે જુઠ્ઠી જાહેરાતો આપવાનો આરોપ મૂક્યો હતો. જાહેરાતમાં રાજ્યની તત્કાલીન ભાજપ સરકાર 2019-2023 ના શાસનકાળ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ મૂકાયો હતો. 

ભાજપે શું કરી હતી ફરિયાદ

ભાજપે તેની ફરિયાદમાં કહ્યું હતું કે તમામ લોક નિર્માણ કાર્યોમાં 40 ટકા કમીશન લેવાનો આરોપ લગાવતા કોંગ્રેસે પૂર્વ સરકાર સામે ભ્રષ્ટાચાર રેટ કાર્ડ પ્રકાશિત કર્યો હતો. ફરિયાદીએ કોંગ્રેસ પર પૂર્વ ભાજપ સરકારને બદનામ કરવા અભિયાન ચલાવવાનો આરોપ મૂક્યો હતો. ભાજપે આરોપ મૂક્યો કે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર તેમના એકાઉન્ટ પર આ વાંધાજનક જાહેરાત પોસ્ટ પણ કરી હતી. 

રાહુલ ગાંધીને મોટી રાહત, માનહાનિ કેસમાં વિશેષ કોર્ટે આપ્યા જામીન, ભાજપ નેતાએ કર્યો હતો કેસ 2 - image


Google NewsGoogle News