VIDEO : રાહુલ ગાંધી પર સદનમાંથી જતા જતા ફ્લાઈંગ કિસના ઈશારાનો આરોપ, સ્મૃતિ ઈરાની ભડક્યા, જુઓ શું બોલ્યા
લોકસભામાં રાહુલ ગાંધીનું ભાષણ બાદ સ્મૃતિ ઈરાની ઉભા થયા હતા અને તેમણે રાહુલ ગાંધી પર અભદ્ર ઈશારો કરવાનો આરોપ મુક્યો છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ બહાર નીકળતી વખતે અભદ્ર ઈશારો કર્યો
નવી દિલ્હી, તા.09 ઓગસ્ટ-2023, બુધવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી વિવાદમાં આવી ગયા છે. આજે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન રાહુલે ગૃહમાં ભાજપ સાંસદોને ફ્લાઈંગ કિસ આપતા વિવાદ સર્જાયો છે. રાહુલના રિએક્શન બાદ ઘણી મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી છે, તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ બાબતને અભદ્ર ઈશારો કહ્યો છે.
રાહુલનો ફ્લાઈંગ કિસનો ઈશારો
ઉલ્લેખનિય છે કે, સંસદ પદ પરત મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પ્રથમવાર સંસદમાં પોતાનું ભાષણ આપ્યું... ભાષણ સમાપ્ત થાય બાદ રાહુલ ગાંધીએ ગૃહની બહાર જતા જતા ફ્લાઈંગ કિસનો ઈશારો કરતા મહિલા સાંસદોએ વાંધો ઉઠાવ્યો છે. આ સમયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું ભાષણ ચાલી રહ્યું હતું... જોકે રાહુલની પ્રતિક્રિયાની ક્ષણ કેમેરામાં કેદ થઈ નથી.
રાહુલ ગાંધી ફ્લાઈંગ કિસ આપીને બહાર નિકળી ગયા
આ ક્ષણને નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાષણ આપ્યા બાદ જ્યારે રાહુલ ગાંધી લોકસભા પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા તો તેમની કેટલીક ફાઈલો પડી ગઈ હતી, રાહુલ ફાઈલ ઉઠાવવા માટે નીચે નમ્યા તો ભાજપ સાંસદો તેમના પર હસવા લાગ્યા, ત્યારે આ મામલે રાહુલ ગાંધીએ ભાજપ સાંસદો તરફ ફ્લાઈંગ કિસ આપી અને હસતાં હસતાં બહાર નીકળી ગયા...
એક મહિલા વિરોધી જ આવું કરી શકે છે : સ્મૃતિ ઈરાની
હવે રાહુલની ફ્લાઈંગ કિસ પર વિવાદ શરૂ થઈ ગયો છે... સંસદમાં ભાષણ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર નિશાન સાધી કહ્યું કે, માત્ર એક મહિલા વિરોધી વ્યક્તિ જ સંસદમાં મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપી શકે છે... આવા ઈશારે પહેલા ક્યારેય સંસદમાં જોવા મળ્યા નથી... આના પરથી કહી સકાય કે, તેઓ મહિલાઓ અંગે શું વિચારી રહ્યા છે.... આ અભદ્ર છે...
મણિપુર આપણા દેશનું અભિન્ન અંગ : સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભારત માતાની હત્યાની વાતો કરનારા ક્યારે પાટલી થપથપાવતા નથી... કોંગ્રેસીઓએ માતાની હત્યા માટે પાટલી થપથપાવી છે. તેમણે કહ્યું કે, મણિપુર આપણા દેશનું અભિન્ન અંગ છે. તેમણે ક્હયું કે, આજે ગૃહમાં કહેવામાં આવ્યું કે, તેમણે યાત્રા કરી અને આશ્વાસન આપ્યું કે, જો તેમનું ચાલે તો તેઓ કલમ 370 ફરી પુનઃ સ્થાપિત કરી દેશે... હું તેમને કહેવા માંગુ છું કે, જેઓ ગૃહમાંથી ભાગી ગયા છે, દેશમાં ન તો કલમ 370 પુનઃસ્થાપિત કરાશે અને ન તો કાશ્મીરી પંડિતોને ‘રાલિબ ગાલિબ ચલીબ’ દ્વારા ધમકાવનારઓને બક્ષવામાં આવશે.
ફ્લાઈંગ કિસ મામલે લોકસભા અધ્યક્ષને ફરિયાદ
કેન્દ્રીય કૃષિ મંત્રી શોભા કરંદલાજે પણ ફ્લાઈંગ કિસ મામલે કોંગ્રેસ સાંસદ પર નિશાન સાધ્યું છે. તેમણે રાહુલના વ્યવહારને અયોગ્ય કહ્યો છે અને લોકસભા અધ્યક્ષને ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પર ઘણી મહિલા સાંસદોના હસ્તાક્ષર પણ કરાયા છે. ફરિયાદમાં તેમણે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હસ્તાક્ષર કરનાર તમામ મહિલા ભાજપ સાંસદો સ્પીકરના રૂમમાં પહોંચી હતી.