શું હવે FIR નોંધાવવા પણ આંદોલન કરવું પડશે? બદલાપુરમાં બાળકીઓના યૌનશોષણ મુદ્દે રાહુલ ગાંધી ભડક્યા
Image Twitter |
Rahul Gandhi flared up on the Badlapur : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બદલાપુરમાં યૌન શોષણની ઘટના પર પોતાનો આક્રોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "પશ્ચિમ બંગાળ, યુપી, બિહાર પછી મહારાષ્ટ્રમાં પણ દીકરીઓ સામે શરમજનક અપરાધો આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે સમાજને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ? શું હવે આપણે એફઆઈઆર નોંધવા માટે પણ આંદોલન કરવા પડશે? આખરે પીડિતોને પોલીસ સ્ટેશન સુધી જવામાં પણ આટલું મુશ્કેલ બની ગયું છે?"
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમણે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "બદલાપુરમાં બે નિર્દોષ માસુમો સાથે થયેલા અપરાધ પછી ન્યાય માટે લોકો રસ્તા પર બહાર આવ્યા ત્યાં સુધી તેમને ન્યાય અપાવવા માટે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ન્યાય માટે આ રીતે તેમને રસ્તા પર આવવું પડે છે. ન્યાય આપવવા કરતાં ગુનાઓને છુપાવવાના વધુ પ્રયાસો કરવામાં આવે છે, જેનો સૌથી મોટો ભોગ મહિલાઓ અને નબળા વર્ગના લોકો થઈ રહ્યા છે."
રાહુલે કહ્યું કે, હજુ એફઆઈઆર પણ નોંધાઈ નથી
કોંગ્રેસના નેતાએ રાહુલ ગાંધીએ કહ્યું, "એફઆઈઆર ન નોંધવાથી માત્ર પીડિતોને નિરુત્સાહિત જ નહીં, પરંતુ ગુનેગારોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. તમામ સરકારો, નાગરિકો અને રાજકીય પક્ષોએ સમાજમાં મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે શું પગલાં લેવા જોઈએ તે વિશે ગંભીરતાથી વિચારવું પડશે. ન્યાય મળવો એ દરેક નાગરિકનો અધિકાર છે, તેને પોલીસ અને વહીવટીતંત્ર 'મરજીના માલિક' ન બનાવી શકાય.
શું છે બદલાપુરમાં પજવણીનો સમગ્ર મામલો?
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરની એક ખાનગી સ્કૂલમાં સફાઇ કામદારે વોશરૂમમાં નર્સરીની ચાર અને છ વર્ષની બે વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ બાદ લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. શાળાના શૌચાલયના ચોકીદાર અક્ષય શિંદે દ્વારા કથિત રીતે જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના લોકોના ધ્યાન પર ત્યારે આવી જ્યારે એક પીડિતાએ તેના માતા-પિતાને 16 ઓગસ્ટના રોજ દુર્વ્યવહાર વિશે જાણ કરી, જેના કારણે 17 ઓગસ્ટ 1946ના રોજ શિંદેની ધરપકડ કરવામાં આવી.