Get The App

VIDEO : વાયનાડમાં રાહુલ ગાંધીએ ઝિપલાઈનની લીધી મજા, કહ્યું- 'દુનિયાને બતાવો કે ભારત શું આપી શકે છે'

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
VIDEO : વાયનાડમાં રાહુલ ગાંધીએ ઝિપલાઈનની લીધી મજા, કહ્યું- 'દુનિયાને બતાવો કે ભારત શું આપી શકે છે' 1 - image


Rahul Gandhi Enjoyed Zipline in Wayanad : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે વાયનાડમાં લોકસભા પેટાચૂંટણીના મતદાન પહેલા ઝિપલાઈનની મજા માણી હતી. આ દરમિયાન તેમણે વાયનાડના પર્યટન અને પ્રાકૃતિક આકર્ષણને પ્રોત્સાહન આપવા પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે, 'આવો દુનિયાને બતાવીએ ભારત શું આપી શકે છે? વાયનાડમાં યોજાઈ રહેલી લોકસભા પેટાચૂંટણીમાં રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી કોંગ્રેસથી ઉમેદવાર છે.'

આઈ લવ વાયનાડ લેખેલું ટીશર્ટ પહેરીને પ્રિયંકા ગાંધી સાથે ઝિપલાઈન કરવા પહોંચ્યા હતા. તેમણે ઝિપલાઈન દરમિયાન વીડિયો પણ બનાવ્યો. જેને તેમણે યૂટ્યુબ પર શેર કર્યો. તેમણે વીડિયો શેર કરતા લખ્યું કે, 'વાયનાડમાં પ્રિયંકા ગાંધીના પ્રચાર અભિયાન દરમિયાન મને કેટલાક પ્રેરણાદાયી સ્થાનિક લોકોને મળવાનો મોકો મળ્યો. વાયનાડમાં હાલમાં જ ભૂસ્ખલન જેવા મોટા સંકટથી થયેલી તબાહી બાદ અહીંના લોકો પડકાર સામે હાર નથી માની રહ્યા. લોકોએ અહીં પર કેટલાક અવિશ્વસનીય આકર્ષણ પેદા કર્યું છે. દક્ષિણ ભારતનો વિશાલ ઝૂલો, ડ્રોપ ટાવર અને ઝિપલાઈનનો અહેસાસ સૌથી અલગ છે.'


રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આ બધુ પર્યટકોને બતાવવાનું છે કે વાયનાડ પહેલાની જેમ આશ્ચર્યજનક અને સુરક્ષિત છે. મેં પણ ખુદ ઝિપલાઈનનો પ્રયાસ કર્યો, મને આ ખુબ પસંદ આવ્યું. હાલમાં થયેલા ભૂસ્ખલનને વાયનાડના પર્યટનને અંધારામાં ધકેલી દીધું છે. તેને લઈને દુકાનદારોથી લઈને હોમેસ્ટ માલિકો, એડવેન્ચર પાર્ક ટીમ સુધી સૌની આજીવિકાને અસર થઈ રહી છે. પરંતુ સૌ લોકો તેને શરૂ રાખવા માટે આકરી મહેનત કરી રહ્યાં છે. તેમની વાતો સાંભળીને મને સંઘર્ષો માટે ખુબ ચિંતા અને પ્રશંસા બંને અનુભવાય છે. આ મારા માટે રાજનીતિથી ઘણું વધારે છે.'


Google NewsGoogle News