‘સત્તાના ચાબુકથી નથી ચાલતો દેશ’ બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમની ટિપ્પણી બાદ બોલ્યા રાહુલ ગાંધી

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
Rahul Gandhi



Rahul Gandhi Slam Bulldozer Action: સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર મામલાની સુનાવણી આજે શરૂ થઈ ગઈ. આ દરમિયાન કોર્ટે કડક ટિપ્પણી કરી આ મુદ્દે સૂચનો નક્કી કરવાની જણાવ્યું હતું. હવે આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (02 ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટની ટિપ્પણી આવકારી હતી અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશ સત્તાના ચાબુકથી નહીં પણ બંધારણથી ચાલશે.

ભાજપ પર પ્રહાર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી તેમણે કહ્યું કે, 'ભાજપની ગેરબંધારણીય અને અન્યાયી બુલડોઝર નીતિ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી આવકાર દાયક છે. બુલડોઝર નીચે માનવતા અને ન્યાયને કચડનારા ભાજપનો બંધારણ વિરોધી ચહેરો હવે દેશ સમક્ષ ખૂલ્લો પડી ગયો છે.'

આ પણ વાંચોઃ કોલકાતા કાંડ: આરજી કર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સીબીઆઈએ કરી ધરપકડ

'બુલડોઝરના પૈડા નીચે ગરીબોના પરિવારો જ આવે છે'

તેમણે વધુમાં કહ્યું હતું કે, "અનિયંત્રીત સત્તાનું પ્રતિક બની ગયેલું બુલડોઝર નાગરિક અધિકારોને કચડીને અહંકાર સાથે કાયદાને સતત પડકાર્યું છે. 'ઝડપી ન્યાય'ની આડમાં 'ભયનું રાજ' સ્થાપિત કરવાના આશયથી ચલાવવામાં આવતા બુલડોઝરના પૈડાં નીચે મોટાભાગે ગરીબોના જ પરિવારો આવે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સુપ્રીમ કોર્ટ આ અત્યંત સંવેદનશીલ મુદ્દા પર સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડશે અને ભાજપ સરકારના આ લોકતંત્ર વિરોધી અભિયાનથી નાગરિકોની રક્ષા કરશે. દેશ સત્તાના ચાબુકથી નહીં પણ બાબા સાહેબના બંધારણથી ચાલશે.

આ પણ વાંચોઃ પાઠય પુસ્તકમાં અકબરને નહી બતાવવામાં આવે મહાન, આ રાજયના શિક્ષણમંત્રીનું એલાન

સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર ઉઠાવ્યા ગંભીર સવાલ

સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈના ઘરને તોડવું યોગ્ય નથી. કોર્ટે શાસન અને વહીવટની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં કહ્યું કે જો કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે ગુનામાં દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય. તેમણે સ્પષ્ટ કર્યું કે જેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે તે ગુના કે આરોપના કારણે નહીં પરંતુ ગેરકાયદેસર કબ્જો કે નિર્માણના કારણે નિશાના પર છે. 


Google NewsGoogle News