‘જો તમે જાતિની વસ્તી ગણતરી અટકાવવાનું વિચારી રહ્યા છો તો...’ રાહુલે ફરી PM પર સાધ્યું નિશાન

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi



Rahul gandhi on Caste census: રાહુલ ગાંધીએ ફરી એક વાર જાતિગત વસ્તી ગણતરીની માંગ પર કેન્દ્ર સરકારને ઘેર્યું છે. તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, 'જાતિગત વસ્તી ગણતરીને હવે કોઇ શક્તિ નથી રોકી શકતી.' આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યો હતો.

શું કહ્યું રાહુલ ગાંધીએ?

હકિકતમાં, રાહુલ ગાંધી એક સર્વેનો હવાલો આપી રહ્યા હતા, જેના અનુસાર 74 ટકા લોકોનું માનવું છે કે જાતિગત વસ્તી ગણતરી થવી જોઇએ. આ અંગે તેમણે એક્સ પર લખ્યું કે, 'મોદી જી, જો તમે જાતિગત વસ્તી ગણતરી અટકાવવા અંગે વિચારી રહ્યા છે તો તમે માત્ર સ્વપ્ન જોઇ રહ્યા છો. કોઇ તાકાત હવે આની નથી રોકી શકતી. ભારતીય પ્રજાએ ઓર્ડર આપી દીધું છે. ટુંક સમયમાં જ 90 ટકા જેટલા ભારતીયો આનું સમર્થન અને માંગ કરશે. તમે પ્રજાના ઓર્ડરનું અમલ કરો અથવા તમે આગામી વડાપ્રધાનને આ કરતાં જોશો.'

આ પણ વાંચોઃ ‘વધતી મોંઘવારી વચ્ચે શ્રમિકો, નોકરિયાતો, ખેડૂતોની આવક ઘટી’, ચૂંટણી પહેલા કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

NDAના મંત્રી ચિરાગ પાસવાને પણ કરી માંગ

કેન્દ્રની NDA સરકારના મંત્રી તથા લોક જનશક્તિ પાર્ટી ( રામવિલાસ)ના નેતા ચિરાગ પાસવાને જાતિગત વસ્તી ગણતરી મુદ્દે રાહુલ ગાંધીના સૂરમાં સૂર મિલાવ્યો છે. તેમણે કહ્યું કે, 'જાતિગત વસ્તી ગણતરીના સમર્થનમાં મારી પાર્ટીએ હંમેશા પોતાની સ્થિતિ સ્પષ્ટ રાખી છે. અમે ઈચ્છીએ છીએ કે જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવે. તેનું કારણ એ છે કે ઘણી વખત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જાતિને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે છે, તેથી સરકાર પાસે ઓછામાં ઓછી આ માહિતી હોવી જરૂરી છે જેથી કરીને તે જ્ઞાતિના મુખ્ય પ્રવાહને લાગતી યોજના હેઠળ યોગ્ય માત્રામાં ભંડોળનું વિતરણ કરી શકાય.'


Google NewsGoogle News