કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, CWCની બેઠક બાદ રાહુલ ગાંધીની જાહેરાત

હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢના તમામ મુખ્યમંત્રીઓએ નિર્ણય લીધો

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, CWCની બેઠક બાદ રાહુલ ગાંધીની જાહેરાત 1 - image


CWC Meet: આજ રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ બેઠક ઐતિહાસિક છે કારણ કે આ બેઠકમાં ઘણા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

કોંગ્રેસ શાસિત રાજ્યમાં થશે જાતિ આધારિત વસતી ગણતરી : રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ બેઠક બાદ જણાવ્યું કે, જાતિ ગણતરીનો ઐતિહાસિક નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજ્યો હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢના તમામ મુખ્યમંત્રીઓએ નિર્ણય લીધો છે કે તેઓ ત્યાં જાતિ આધારિત વસતી ગણતરી કરાવશે. આ અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ આ બાબતે જણાવ્યું કે, આ ધર્મ કે જાતિ વિશે નથી. આ ગરીબ વર્ગની સ્થિતિ સુધારવાની વાત છે. 


Google NewsGoogle News