Get The App

'ઈન્ડિયન સ્ટેટ' બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ

Updated: Mar 21st, 2025

GS TEAM


Google News
Google News
'ઈન્ડિયન સ્ટેટ' બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ 1 - image


Notice to Rahul Gandhi from Sambhal Adj Court: ઉત્તર પ્રદેશના સંભલની સાંસદ-ધારાસભ્ય કોર્ટે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના નિવેદન પર નોટિસ ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને 4 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવા અથવા તો પોતાનો જવાબ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યો છે. 

જાણો શું છે મામલો 

હિન્દુ શક્તિ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ સિમરન ગુપ્તાની અરજી પર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ADJ II) નિર્ભય નારાયણ સિંહે આ આદેશ આપ્યો છે. અરજીકર્તાનો આરોપ છે કે રાહુલ ગાંધીએ 15 જાન્યુઆરીએ દિલ્હી કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન કહ્યું હતું કે, 'અમારી લડાઈ માત્ર ભાજપ અને આરએસએસ સામે જ નથી પરંતુ ઇન્ડિયન સ્ટેટ સામે પણ છે.' આ નિવેદનથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

સંભલ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી 

સિમરન ગુપ્તાએ અગાઉ સંભલના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી હતી, પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ ત્યારે 23 જાન્યુઆરીએ તેણે ચંદૌસીના સંભલની જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરી હતી. 

કોર્ટે તેમની ફરિયાદ સ્વીકારી લીધી છે અને તેની નોંધ લેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નોટિસ પાઠવવામાં આવી છે. હવે કેસની આગામી સુનાવણી સમયસર થશે જેમાં કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

આ પણ વાંચો: દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો

રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ 

રાહુલ ગાંધીએ ગત 15 જાન્યુઆરીએ દિલ્હી કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 'એવું ન વિચારો કે અમે માત્ર ભાજપ અને આરએસએસ સામે લડી રહ્યા છીએ. તેઓએ આપણા દેશની લગભગ દરેક સંસ્થાને કબજે કરી લીધી છે. અમે માત્ર ભાજપ અને આરએસએસ સામે જ નહીં પરંતુ 'ઇન્ડિયન સ્ટેટ' ( ભારતીય રાજ વ્યવસ્થા ) સામે પણ લડી રહ્યા છીએ. સિમરન ગુપ્તાએ આ નિવેદન સામે કેસ નોંધવાની માંગ કરી છે. કોર્ટે રાહુલ ગાંધીને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા નોટિસ પાઠવી છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 4 એપ્રિલે થશે.

'ઈન્ડિયન સ્ટેટ' બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ 2 - image

Tags :