Get The App

મિમિક્રી વિવાદમાં ધનખડના સમર્થનમાં ઉતર્યો જાટ સમુદાય, કહ્યું - તૃણમૂલ કોંગ્રેસના નેતા માફી માગે

બુધવારે જાટ સમુદાયે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડના સમર્થનમાં દેખાવ કર્યા હતા

જો માફી નહીં માગે તો વધુ એક મોટી બેઠક યોજવાની ચેતવણી

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
મિમિક્રી વિવાદમાં ધનખડના સમર્થનમાં ઉતર્યો જાટ સમુદાય, કહ્યું - તૃણમૂલ કોંગ્રેસના નેતા માફી માગે 1 - image


Mimicry Controversy |  ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી વિવાદમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ બાદ હવે જાટ સમુદાયે પણ ધનખડના સમર્થનમાં દેખાવો કરવાનું શરૂ કર્યું. તૃણમૂલ નેતા કલ્યાણ મુખરજીને કહેવામાં આવ્યું છે કે તેઓ માફી માગે. બુધવારે જાટ સમુદાયે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડના સમર્થનમાં દેખાવ કર્યા હતા. 

જાટ નેતાઓની ચેતવણી 

પાલમ ખાપમંત્રી ચૌધરી સુરેન્દ્ર સોલંકીએ કહ્યું કે આ બેઠક એટલા માટે બોલાવાઇ છે કેમ કે એક ખેડૂત પરિવારનું અપમાન કરાયું છે. તૃણમૂલ નેતાએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને દેશભરના લાખો ખેડૂતોની માફી માગવી જોઈએ. નહીંતર અમે એક મોટી બેઠક બોલાવીશું. ટીએમસી વિરુદ્ધ દેખાવો કરાશે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ ખાસ કરીને રાહુલ ગાંધીનું નામ પણ સામે આવ્યું છે કેમ કે સમગ્ર ઘટનામાં તેમનું વલણ બેજવાબદાર અને હાસ્યાસ્પદ હતું. અમારી એકમાત્ર માગ એ છે કે એક ખેડૂત પરિવારનું અપમાન સહન નહીં કરીએ. 

મિમિક્રી વિવાદમાં ધનખડના સમર્થનમાં ઉતર્યો જાટ સમુદાય, કહ્યું - તૃણમૂલ કોંગ્રેસના નેતા માફી માગે 2 - image



Google NewsGoogle News