VIDEO: જેમની જયંતિમાં પહોંચ્યા હતા તેમનું જ નામ ભૂલી ગયા રાહુલ ગાંધી, કાર્યકરોની ટકોર બાદ કહ્યું- સૉરી...
Rahul Gandhi in Patna: વિપક્ષ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના પટણામાં સ્વ. જગલાલ ચૌધરીની જયંતિ નિમિત્તે આયોજિત એક સમારોહમાં હાજરી આપતાં એનડીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. જો કે, આ પ્રહારો દરમિયાન તેમનો પણ ફિયાસ્કો થયો હતો. તેઓ જેની જયંતિ સમારોહમાં હાજરી આપવા આવ્યા હતાં, તેમનુ જ નામ ભૂલી ગયાં હતાં. બાદમાં કાર્યકરોએ તેમની ભૂલ સુધારી હતી.
પટણામાં સ્થિત એસ.કે. એમ હોલમાં આયોજિત સ્વ. જગલાલ ચૌધરીની જયંતિના સમારોહમાં રાહુલ ગાંધી પોતાના સંબોધનમાં સ્વ.જગલાલ ચૌધરીને ભૂલથી જગત ચૌધરી કહીને સંબોધિત કર્યા હતા. જેના લીધે સભામાં ઉપસ્થિત તમામે તુરંત પ્રતિક્રિયા આપી હતી. અને બૂમો પાડી હતી કે, જગત ચૌધરી નહીં, જગલાલ ચૌધરી. બાદમાં રાહુલ ગાંધીએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી અને સાચુ નામ બોલ્યા હતાં.
મોદી સરકાર પર કર્યા પ્રહારો
જગલાલ ચૌધરીની 130મી જન્મ જયંતિ સમારોહમાં સામેલ રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશની લડાઈ વિચારધારાની છે. ડો. આંબેડકર અને જગલાલ ચૌધરીના ર્હદયમાં દલિતોનું દુખ હતું. હિન્દુસ્તાનની જે સિસ્ટમ છે, તેમાં દલિતોને કેટલી ભાગીદારી મળી? મોદી સરકારે ધારાસભ્યોની શક્તિ છીનવી લીધી છે. જેથી લોકસભામાં સાંસદો પાસે કોઈ પણ નિર્ણય લેવાનો હક નથી.
દેશના વિકાસમાં તમારો શું ફાળો?
વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આજે ભારતની સત્તા સંરચનામાં, શિક્ષણ, સ્વાસ્થ્ય, કોર્પોરેટ, બિઝનેસ, કોર્ટની સંરચનામાં દલિતોનું શું યોગદાન છે? દલિતોને તમામ ક્ષેત્રે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું, પરંતુ તેમને નિર્ણય લેવાનો હક મળ્યો નહીં. સત્તા સંરચનામાં ભાગીદારી ન હોવાથી તેમના પ્રતિનિધિત્વનો કોઈ અર્થ નથી. મંચની પાછળથી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આજે જુદી-જુદી જાતિના લોકોને ટિકિટ આપવી એક ફેશન બની ગઈ છે. વડાપ્રધાન મોદી પણ આ જ અનુસરે છે. પરંતુ તેઓએ પાછળથી ધારાસભ્યોની શક્તિ છીનવી લીધી છે. આજે લોકસભામાં તમામ નિર્ણયો વડાપ્રધાન પાસે છે.