ભાજપ-કોંગ્રેસ વચ્ચે શું તફાવત છે? રાહુલ ગાંધીએ IIT મદ્રાસના વિદ્યાર્થીના સવાલનો આપ્યો જવાબ
Image Source: Twitter
Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે IIT મદ્રાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલે કહ્યું કે, ખાનગીકરણ અને નાણાકીય પ્રોત્સાહનો દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી શકાતું નથી. તેમણે શિક્ષણ પર વધુ ખર્ચ કરવા અને જાહેર સંસ્થાઓને મજબૂત કરવા માટે સરકારોના મહત્વ વિશે વાત કરી હતી.
ગુણવત્તાયુક્ત શિક્ષણની ગેરેન્ટી આપવી એ સરકારની જવાબદારી
IIT મદ્રાસના વિદ્યાર્થીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતાએ શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા માટે થનારા ફેરફારો વિશે પણ વાત કરી હતી. રાહુલે કહ્યું કે, 'મારું માનવું છે કે, કોઈ પણ સરકારની સૌથી મોટી જવાબદારી પોતાના લોકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની ગેરેન્ટી આપવી જોઈએ. તેને ખાનગીકરણ અને નાણાકીય પ્રોત્સાહનો દ્વારા પ્રાપ્ત ન કરી શકાય. આપણે શિક્ષણ અને સરકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે ઘણા પૈસા ખર્ચવાની જરૂર છે.'
ભાજપ-કોંગ્રેસ વચ્ચે શું તફાવત છે?
રાહુલે વિદ્યાર્થીઓ સાથે પોતાની વાતચીતનો એક વીડિયો X પર પણ પોસ્ટ કર્યો હતો. વિદ્યાર્થીઓએ રાહુલને પૂછ્યું કે કામ કરવાની રીતમાં કોંગ્રેસ અને ભાજપમાં શું તફાવત છે? તેના પર રાહુલે કહ્યું કે, કોંગ્રેસ સામાન્ય રીતે માને છે કે સંસાધનોની વહેંચણી વધુ ન્યાયી રીતે થવી જોઈએ અને વિકાસ વ્યાપક અને સમાવેશી હોવો જોઈએ.
રાહુલે કહ્યું કે, ભાજપ વિકાસને લઈને માત્ર આક્રમક છે, પરંતુ તે આર્થિક દૃષ્ટિકોણથી 'ટ્રિપલ ડાઉન'માં વિશ્વાસ રાખે છે. આપણે સામાજિક મોરચે પણ કામ કરવું પડશે, લોકો જેટલા ઓછા લડશે તેટલું દેશ માટે સારું રહેશે.
શિક્ષા પ્રણાલીમાં સમસ્યાઓ
રાહુલે કહ્યું કે, 'આંતરરાષ્ટ્રીય સંબંધોના મોરચે પણ કોંગ્રેસના અન્ય દેશો સાથે જે રીતે સંબંધો હતા, ભાજપના શાસનમાં કદાચ કેટલાક મતભેદો છે. દેશની શિક્ષણ વ્યવસ્થા જે રીતે ગોઠવવામાં આવી છે તેમાં ગંભીર સમસ્યાઓ છે. આપણી શિક્ષણ પ્રણાલી બાળકોના વિચારને ખીલવા નથી દેતી.'
બાળકો જે કરવા માગે છે તે કરવા દો
કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે, કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા દરમિયાન મેં હજારો બાળકો સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે તમે શું બનવા માગે છે. વિદ્યાર્થીઓએ મને કહ્યું કે, અમે વકીલ, ડૉક્ટર, એન્જિનિયર અથવા જવાન બનવા માગીએ છીએ.
આના પર રાહુલે કહ્યું કે, એવું ન હોઈ શકે કે દેશમાં માત્ર પાંચ જ કામ હોય, પરંતુ આપણી શિક્ષણ વ્યવસ્થા આના પર ભાર આપી રહી છે. તેમણે કહ્યું કે શિક્ષણ પ્રણાલીએ બાળકોને જે કરવું હોય તે કરવા દેવું જોઈએ અને તેમને ઘણી વસ્તુઓનો અનુભવ કરવા દેવો જોઈએ.