કેદારનાથમાં રાહુલ ગાંધી અને વરૂણ ગાંધી મળ્યા કાકા-કાકાના ભાઈઓની મુલાકાતે રાજકીય રંગ લીધો છે
- બંને ભાઈઓ દિલ્હીમાં પણ મળ્યા હતા
- વરૂણની પુત્રીને જોઈને રાહુલ ગાંધી હર્ષ-વિભોર બની ગયા રાહુલ ત્રણ દિ'થી કેદારનાથ છે : વરૂણ કુટુમ્બ મંગળવારે ત્યાં પહોંચ્યું
કેદારનાથ : દેવાધિદેવ મહાદેવ કેદારનાથનાં દર્શને ગયેલા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી તેઓના કાકાના દીકરા ભાઈ અને સંજય ગાંધીના પુત્ર વરૂણ ગાંધી મળ્યા. આ મુલાકાત સમયે રાહુલ ગાંધી, વરૂણની પુત્રીને જોઈને હર્ષ-વિભોર બની ગયા. આ પછી બંને ભાઈઓએ એકાંતમાં ચર્ચા કરી. આ સાથે તે મુલાકાતે રાજકીય રંગ લીધો છે. જોકે સુત્રો તો તેમજ જણાવે છે કે, બંને વચ્ચે કોઈ રાજકીય બાબત ચર્ચાઈ ન હતી. પરંતુ નિરીક્ષકો સહજ રીતે જ તે સ્વીકારે તેમ નથી.
તે સર્વવિદિત છે કે, વરૂણ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી પાર્ટીલાઇનથી અલગ વિધાનો કરી રહ્યા છે. તેથી પાર્ટીનું નેતૃત્વ (ભાજપનું નેતૃત્વ) તેમનાથી નારાજ છે. જોકે ભાજપનાં ટોચનાં નેતૃત્વએ રાહુલ સાથેની વરૂણની મુલાકાત અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી.
એવું પણ કહેવાય છે કે તે બંને ભાઈઓ વચ્ચેની મુલાકાત ટૂંક સમય પૂરતી જ હતી. તે પણ કોઈ માને તેમ નથી. સાથે તે પણ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાયે સમયથી ભાજપની મહત્વની બેઠકોમાં તેઓ હાજર રહ્યા નથી. તેટલું જ નહીં પરંતુ ઘણાએ મહત્વના મુદ્દાઓ વિષે તેમનું વલણ પાર્ટીના વલણથી અલગ રહ્યું છે.
નિરીક્ષકો તે વાતની નોંધ લે છે કે રાહુલ કેદારનાથ તે સમયે જ કેદારનાથનાં દર્શને જવાનો વરૂણના કુટુમ્બે લીધેલો નિર્ણય થોડામાં ઘણું કહી જાય છે. તેઓ મંગળવારે જ કેદારનાથ પહોંચી ગયા. રાહુલ સાથે વરૂણે એકાંતમાં વાતો કરી. આ પૂર્વે પણ રાહુલ તેઓની 'ભારત-જોડો-યાત્રા' દરમિયાન દિલ્હીમાં રોકાયા ત્યારે પણ વરૂણ તેઓને મળવા ગયા હતા. બંને ભાઈઓ પરસ્પરને ભેટયા, એકાંતમાં વાતચીત પણ કરી.