Get The App

રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી મહાકુંભ જાય તેવી શક્યતા, 16 તારીખે સંગમમાં લગાવશે ડૂબકી

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી મહાકુંભ જાય તેવી શક્યતા, 16 તારીખે સંગમમાં લગાવશે ડૂબકી 1 - image


Rahul Gandhi Mahakumbh Visit: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન સાંસદ પ્રિયંકા ગાંધી મહાકુંભમાં ડૂબકી લગાવવા પ્રયાગરાજ જઈ શકે છે. જેના માટે ઉત્તર પ્રદેશ કોંગ્રેસને તૈયાર કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી પ્રયાગરાજ ક્યારે જશે તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી. પંરતુ, જલ્દી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે તે નક્કી છે.

આ પણ વાંચોઃ PM મોદી અને રાહુલ ગાંધી નક્કી કરશે ચૂંટણી પંચના નવા ચીફ કમિશનરનું નામ, ટૂંક સમયમાં થઈ શકે છે બેઠક

આ દિવસે મહાકુંભ પહોંચશે રાહુલ ગાંધી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 16 ફેબ્રુઆરીના દિવસે પવિત્ર સ્નાન માટે મહાકુંભ જઈ શકે છે. પહેલાં તેઓ 4 ફેબ્રુઆરીએ મહાકુંભ જવાના હતાં પરંતુ, સંસદ સત્રના કારણે તેને મુલતવી રાખવામાં આવ્યું. જોવામાં આવે તો સંસદ સત્રનો પહેલો તબક્કો હવે સમાપ્ત થઈ ચુક્યો છે. એવામાં થોડા સમયમાં રાહુલ ગાંધી પ્રયાગરાજ પહોંચી શકે છે. નોંધનીય છે કે, 26 ફેબ્રુઆરીના દિવસે મહાકુંભ સમાપન થઈ જશે. 

આ પણ વાંચોઃ ચેતવણી! મહાકુંભને બદનામ કર્યો તો ખેર નહીં... પોલીસે 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ નોંધી FIR

આજે 53 લાખથી વધુ લોકોએ કર્યું સ્નાન

મહાકુંભમાં શુક્રવારે (14 ફેબ્રુઆરી) શ્રદ્ધાળુઓની ભીડ ફરી એકવાર વધતી જોવા મળી રહી છે. સંગમમાં સ્નાનનો આંકડો જોવામાં આવે તો બપોરે 12 વાગ્યા સુધી 53 લાખથી વધુ લોકોએ ડૂબકી લગાવી છે. પરંતુ, સતત શહેરમાં ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન થઈ રહ્યાં છે.


Google NewsGoogle News