સંભલ મસ્જિદ વિવાદ: રાહુલ ગાંધી હિંસા પીડિતોની મુલાકાત લેશે, સરકારે બહારના લોકોની એન્ટ્રી પર લગાવ્યો પ્રતિબંધ
Rahul Gandhi To Visit Sambhal: કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને અન્ય પક્ષના સાંસદો આવતીકાલે ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ વિવાદ વચ્ચે ફાટી નીકળેલી હિંસાનું નિરિક્ષણ કરવા જશે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ ચીફ અજય રાયે આ સંકેત આપ્યા હતા.
સીબીઆઈ તપાસની માગ કરી
કોંગ્રેસ ચીફ અજય રાયે જણાવ્યું હતું કે, વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ વિપક્ષ નેતા સાથે સંભલની મુલાકાત લેશે. આ હિંસામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. કોંગ્રેસ નેતા સચિન ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલીસ અમને સંભલ જતાં રોકી રહી છે. અગાઉ 2 ડિસેમ્બરે પણ અમે સંભલની મુલાકાત લેવા માગતા હતાં. હું પુછવા માગુ છું કે, શું અમે પીડિતોને સાંત્વના પણ ન આપી શકીએ. અમે આ મામલે સીબીઆઈ તપાસની માગ કરીએ છીએ. અમે આવતીકાલે બપોરે 1 વાગ્યે સંભલની મુલાકાત લેવા નીકળીશું, બે વાગ્યે પહોંચીશું.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં CM કયા પક્ષના હશે થયું ફાઈનલ! રૂપાણીનું મોટું નિવેદન, જાણો ક્યારે બેઠક થશે
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'ઉત્તર પ્રદેશના સંભલમાં તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાત અને ઉતાવળભર્યું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.'
સંભલની મુલાકાત લેવા પર પ્રતિબંધો
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ડીએમએ ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધનગરના પોલીસ કમિશનરે પત્ર લખી જણાવ્યું છે કે, વિપક્ષ નેતા અને સાંસદ રાહુલ ગાંધીને અમે રસ્તામાં જ અટકાવી દીધા છે. 10 ડિસેમ્બર સુધી સંભલ જિલ્લામાં બહારના લોકો અને નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી આ પગલું ધરવામાં આવ્યું છે. સંભલના ડીએમએ સંભલમાં પ્રવેશ કરવાના તમામ માર્ગોના પોલીસ અધિકારીઓને પત્ર લખી જાણ કરી દીધી છે કે, તેઓ કોઈપણ બહારના વ્યક્તિ ખાસ કરીને રાજકીય નેતાઓને જિલ્લામાં પ્રવેશ આપે નહીં.