Get The App

કોંગ્રેસની સરકાર રચાશે તો રાહુલ 100 ટકા પીએમ બનશે : અભિષેક સિંધવી

દેશના લોકોને વિશ્વાસ થઇ ગયો છે કે રાહુલ ગાંધી જે બોલે છે તે કરી બતાવે છે

સિંઘવીએ રાહુલ ગાંધીની ખૂબ જ પ્રશંસા કરી

Updated: Sep 3rd, 2024


Google News
Google News
કોંગ્રેસની સરકાર રચાશે તો રાહુલ 100 ટકા પીએમ બનશે : અભિષેક સિંધવી 1 - image


Rahul Gandhi : કોંગ્રેસ કાર્યસમિતિન સભ્ય અભિષેક મનુ સિંઘવીએ લોકસભામાં વિપક્ષના નેત રાહુલ ગાંધીની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે તે ખૂબ જ ગંભીરતા સાથે અનેક મુદ્દાઓ પર કાર્ય કરી રહ્યાં છે અને સમર્પણ બતાવી રહ્યાં છે.

કોંગ્રેસની સરકાર બનવા પર રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે 100 ટકા હકદાર હશે. સિંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ગંભીરતાથી તમામ લોકો પરિચિત થઇ ગયા છે અને લોકોને એ વિશ્વાસ થઇ ગયો છે કે તેમની કરની અને કથનીમાં તફાવત નથી.

તેમણે જણાવ્યું હતું કે જે લોકો રાહુલ ગાંધીની મજાક ઉડાવતા હતાં તે લોકો હવે આશ્રર્યચકિત થઇ ગયા છે. રાહુલ ગાંધી બેવડી વાત કરતા નથી અને તે મુદ્દાઓ પર વાત કરે છે અને તે ગંભીર છે.

સિંઘવીએ જણાવ્યું હતું કે આજે સમાજના દરેક તબક્કા સુધી તેમની ગંભીરતા પહોંચી ગઇ છે. તમામ લોેકોએ તેમની સાચી ઓળખ કરી લીધી છે. તમામ લોકોને વિશ્વાસ થઇ ગયો છે કે તે રાહુલ ગાંધી જે કહે છે તે કરે છે.

સિંઘવીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનની વાત કરવામાં આવે તો તે તદ્દન વિપરિત છે. જો કોંગ્રેસની સરકાર બનશે રાહુલ ગાંધીની વડાપ્રધાન બનવાની 100 ટકા શક્યતા છે. રાહુલ ગાંધી આ વખતે રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પરથી ચૂંટાઇ આવ્યા છે. આ અગાઉ તે ત્રણ વખત અમેઠી અને એક વખત વાયનાડનું પ્રતિનિધિત્ત્વ કરી ચૂક્યા છે.


Tags :
Rahul-Gandhi-PMAbhishek-Singhavi

Google News
Google News