રાહુલ ગાંધીની એક જ મહિનામાં રાયબરેલીની બીજી મુલાકાત, અંશુમાનની માતા સાથે કરી મુલાકાત
Rahul Gandhi Raebareli Visit: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે એક દિવસની મુલાકાતે રાયબરેલી પહોંચ્યા છે. મંગળવારે સવારે 10 વાગ્યે રાહુલ લખનૌ એરપોર્ટ પર ઉતર્યા હતા. રોડ માર્ગે રાયબરેલી પહોંચ્યા હતા. રસ્તામાં રોકાઈને તેમણે બછરાવનમાં ચુરવા હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યાં તેઓ 15-20 મિનિટ સુધી રોકાયા હતા. રાહુલે મતદાનના દિવસે પણ આ મંદિરમાં પૂજા પણ કરી હતી.
લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રાહુલની આ તેમના સંસદીય મત વિસ્તારની બીજી મુલાકાત છે. રાહુલના આગમનને લઈને પાર્ટી કાર્યકરોની સાથે જિલ્લાના લોકોમાં પણ ઉત્સાહ છે.
પાર્ટી કાર્યકર્તાઓ સાથે જિલ્લાના વિકાસ કામોની ચર્ચા કરશે
રાહુલ ગાંધી ભૂમૌ ગેસ્ટ હાઉસમાં પાર્ટી કાર્યકર્તાઓને મળશે. તેમજ તેમની સાથે જિલ્લાના વિકાસ કામોની ચર્ચા કરશે, જેથી સાંસદ ચૂંટાયા બાદ જિલ્લાના વિકાસના કામોને પ્રાથમિકતા આપી શકાય. આ ઉપરાંત તેઓ ગેસ્ટ હાઉસમાં જ લોકો સાથે પણ મુલાકાત કરશે. રાહુલ ગાંધીની રાયબરેલી પ્રાથમિકતા આપે છે. આ વાતનો ઉલ્લેખ તેમણે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કર્યો હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભૂમૌ ગેસ્ટ હાઉસમાં બેઠક દરમિયાન પાર્ટીને વધુ શક્તિશાળી બનાવવા પર ચર્ચા થશે.
આ પણ વાંચો : રશિયામાં 'સર પે લાલ ટોપી' ગીત ગવાતું, એ ભલે જૂનું થયું પણ લાગણી હજુ એવી જ છે: PM મોદી
રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ શહીદ અંશુમાનની માતાએ શું કહ્યું?
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે પોતાના સંસદીય ક્ષેત્ર પહોંચ્યા, જ્યાં તેમણે ત્રણ દિવસ પહેલાં કીર્તિ ચક્રથી સન્માનિત શહીદ અંશુમાન સિંહની માતા સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે અગ્નિવીર યોજનાથી માંડીને અને જવાનોને મળનાર યોજનાઓને લઇને વાત કરી. શહીદની માતાએ કહ્યું કે તે રાહુલ ગાંધીની સ્પીચથી ખૂબ જ પ્રભાવિત છે અને તેમને મળવા માંગતી હતી. તેમણે કહ્યું કે રાહુલે જે સન્માન આપ્યું છે તે સર આંખો પર છે.
શહીદ અંશુમાન સિંહની માતાએ કહ્યું કે જે આર્મીમાં રૂલ્સ છે તે જ પ્રમાણે છે કંઇ અલગ નથી. તો બીજી તરફ અગ્નિવીર યોજનાના સવાલ પર તેમણે કહ્યું કે મેં આ અંગે રાહુલ ગાંધી સાથે વાતચીત કરી છે. મારા પતિ આર્મીમાંથી નિવૃત થયા છે. મારો પુત્રમાં પણ આર્મીમાં જોડાયો હતો. તો મેં આ અંગે પણ વાત કરી, મેં કહ્યું કે આવું આર્મીમાં ન હોય કે ચાર વર્ષની હોય, જે પણ સુવિધા હોય તે બરાબર હોવી જોઇએ. મેં સરકારને હાથ જોડીને નિવેદન કરીશ કે અગ્નિવીર યોજના બંધ થાય. તેમણે સૈનિકોના પેન્શન, કેન્ટીન અને બાકી સુવિધા મળવી જોઇએ.
રાહુલ ગાંધી સાથે મુલાકાત પર તેમણે કહ્યું કે તે હંમેશા જ તેમને મળવા માંગતી હતી. 'જ્યારે હું રાષ્ટ્રપતિ ભવન ગઇ હતી ત્યારે ઇમોશનલ હતી, મેં તેમને કહ્યું હતું કે હું તેમને મળવા માંગુ છું તો તેમણે કહ્યું કે અત્યારે તો સમય નથી પરંતુ મને તમારો નંબર આપો ત્યારબાદ તેમની ટીમ સતત મારા સંપર્કમાં હતી. તેમણે કહ્યું કે હું જ્યારથી સદનમાં સ્પીચ જોવું છું તો મને લાગે છે. અમને બોલાવવામાં આ રિસ્પેક્ટ સર આંખો પર...'
શહીદ કેપ્ટન અંશુમાન સિંહને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત
19 જુલાઈ, 2023 ના રોજ સિયાચેન ગ્લેશિયરમાં શહીદ થયેલા કેપ્ટન અંશુમાન સિંહના પરિવાર સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરી હતી. અસાધારણ બહાદુરી દર્શાવતી વખતે કેપ્ટન અંશુમાન સિંહ ત્રણ લોકોના જીવ બચાવતા શહીદ થયા હતા. કેપ્ટન અંશુમનને તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. શહીદની પત્ની સ્મૃતિએ આ સન્માન મેળવ્યું હતું.
5 દિવસમાં રાહુલની આ બીજી યુપી મુલાકાત
રાહુલ પાર્ટી કાર્યકર્તાઓ, વકીલો, ડોક્ટર્સ એસોસિએશન અને વેપારી સંસ્થાઓને મળશે. રાયબરેલી એઈમ્સમાં પણ જશે. 5 દિવસમાં રાહુલની આ બીજી યુપી મુલાકાત છે. રાહુલ 3જી જુલાઈએ હાથરસ ગયા હતા. ત્યાં તેઓ હાથરસ પીડિતોને મળ્યા હતા.