ભારતીય નૌકાદળના 8 પૂર્વ જવાનોને ફાંસી મામલે કતારની કોર્ટે ભારતની અરજી સ્વીકારી, ટૂંક સમયમાં કરાશે સુનાવણી

27 ઓક્ટોબર, 2023 ના રોજ કતારની કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી

અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
ભારતીય નૌકાદળના 8 પૂર્વ જવાનોને ફાંસી મામલે કતારની કોર્ટે ભારતની અરજી સ્વીકારી, ટૂંક સમયમાં કરાશે સુનાવણી 1 - image


Death Penalty In Qatar : કતારમાં ગયા વર્ષે ભારતીય નૌસેનાના આઠ પૂર્વ કર્મચારીઓને 27 ઓક્ટોબર, 2023 ના રોજ કતારની કોર્ટે  ફાંસીની સજા આપી હતી. જેમાં ભારતે આ નિર્ણય વિરદ્ધ અપીલ કરી હતી. જેમાં હવે સુત્રો પરથી માહિતી મળી રહી છે કે, કતાર કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના પૂર્વ જવાનોની અપીલ સ્વીકારી છે અને આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ભારત સરકાર દ્વારા આ અપીલ દાખલ કરવામાં આવી હતી.

આગામી સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે

સૂત્રો અનુસાર, કતાર કોર્ટ અપીલનો અભ્યાસ કરશે અને આગામી સુનાવણી થોડા દિવસોમાં કરે તેવી સંભાવના છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારતે આ નિર્ણય સામે પહેલેથી જ અપીલ દાખલ કરી દીધી છે.

અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ

હમાસને સમર્થન આપવા બદલ સતત આકરી ટીકાનો સામનો કરી રહેલા કતારે ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારીને નવો મોરચો ખોલ્યો છે. ઈઝરાયલ-ગાઝા યુદ્ધ દરમિયાન આવેલા આ નિર્ણયનો સમ ખાસ બને છે કારણ કે આ અધિકારીઓ પર કતારની કંપનીમાં કામ કરતી વખતે ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ હતો. કતારના ઈરાદાઓ પર આ નિર્ણયના સમય ઉપરાંત કોર્ટની ગુપ્ત કાર્યવાહીને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સમગ્ર ઓપરેશન ખૂબ જ ગોપનીય રીતે પાર પાડવામાં આવ્યું હતું. આરોપી ભારતીયોને અસામાન્ય રીતે લાંબા સમય સુધી અલગથી જેલમાં રાખવામાં આવ્યા હતા. કતારની ઈન્ટેલિજન્સ એજન્સીએ જ આ અધિકારીઓ પર તમામ આરોપો લગાવ્યા હતા. કતાર અને ભારતની અન્ય કાનૂની એજન્સીઓ આ વિશે કંઈપણ જાણકારી નહોતી. 

કોણ છે સજા મેળવનાર આ 8 ભારતીય નૌસૈનિક?

ઓગસ્ટ 2022માં ધરપકડ કરાયેલા કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર સંજીવ ગુપ્તા, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ સામેલ છે. દરેક અધિકારીઓનો ભારતીય નૌસેનામાં 20 વર્ષ સુધીનો વિશિષ્ટ સેવા રેકોર્ડ છે. તેમજ તેમને સૈનિકોના પ્રશિક્ષણ સહિતના મહત્વપૂર્ણ પદ પર પણ કામ કર્યું છે.


Google NewsGoogle News