Get The App

‘કોંગ્રેસે 6 ફૂટ જમીન પણ ન આપી...’ પૂર્વ PM નરસિમ્હા રાવના ભાઈના કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
‘કોંગ્રેસે 6 ફૂટ જમીન પણ ન આપી...’ પૂર્વ PM નરસિમ્હા રાવના ભાઈના કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ 1 - image


PV Narasimha Rao Brother Attack On Congress And Sonia Gandhi : પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ (Dr. Manmohan Singh)ના નિધન બાદ અંતિમ સંસ્કાર અને સ્મારક મુદ્દે રાજકારણ શરૂ ચાલી રહ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ‘ભાજપે પૂર્વ વડાપ્રધાનનું અપમાન કરી રહી છે. જે રીતે અટલ બિહારી વાજપાઈના અંતિમ સંસ્કાર થયા હતા અને સ્મારક બનાવાયું હતું, તેવી રીતે મનમોહન સિંહનું પણ જ્યાં અંતિમ સંસ્કાર કરાયા છે, ત્યાં સ્મારક બનવું જોઈએ.’ હવે કોંગ્રેસના આ આક્ષેપો વચ્ચે પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હા રાવની યાદ આવી ગઈ છે. કોંગ્રેસે તેમના દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવા દીધા ન હતા. એટલું જ નહીં તેમના પાર્થિવ દેહ માટે કોંગ્રેસનું હેડક્વાર્ટર પણ બંધ કરાયું હતું. આ મામલે પી.વી.નરસિમ્હાના ભાઈ મનોહર રાવે (Manohar Rao) કોંગ્રેસ અને સોનિયા ગાંધી (Sonia Gandhi) પર ગંભીર આક્ષેપ કર્યો છે.

સોનિયા ગાંધી પી.વી.નરસિમ્હાના નિધન પર પણ નહોતા આવ્યા : મનોહર રાવ

મનોહર રાવે કહ્યું કે, ‘જ્યારે કોંગ્રેસના વડાપ્રધાન પી.વી.નરસિમ્હાનું નિધન થયું, ત્યારે સોનિયા ગાંધી હૈદરબાદ પણ આવી શક્યા ન હતા. તેમણે પોતાને સુધારવા જોઈએ. નિગમ બોધ ઘાટમાં કોઈના પણ અંતિમ સંસ્કાર થઈ શકે છે. તમે તો નરસિમ્હા રાવની એક પ્રતિમા પણ લગાવી નથી અને સત્તા ભોગવી છતાં તેમને ભારત રત્ન આપી શક્યા નથી. તમે પૂર્વ વડાપ્રધાનને કોઈપણ સન્માન આપ્યું નથી અને સન્માન કર્યું પણ નથી. તમે બોલી રહ્યા છો કે, મનમોહન સિંહનું આ ન થયું, તે ન થયું, જે થયું તે સારું થયું. તેમની કેટલીક પ્રક્રિયા છે. તેઓ ટ્રસ્ટ વગેરે બનાવીને આપશે.’

મનોહર રાવ પીએમ મોદીના કર્યા વખાણ

તેમણે કહ્યું કે, ‘ઘણા વડાપ્રધાનના નિધન થયાં, પરંતુ તેમના દિલ્હીમાં ક્યાં નામ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વડાપ્રધાનોને સન્માન આપ્યું અને એક જ સ્થળે સંગ્રહાલય બનાવી આપ્યું, જમીન પણ આપી, તેથી મનમોહન સિંહને પણ જગ્યા મળી જશે. કોંગ્રેસ પહેલા પ્રક્રિયા તો પુરી કરે. કોંગ્રેસના લોકો કહી રહ્યા છે કે, આ સારુ છે અને આ ખરાબ છે. અમે કોંગ્રેસના તમા નિવેદનો જોઈ રહ્યા છીએ. મોદી આ મામલે કશું બોલી રહ્યા નથી અને તેઓ ભારતના વિકાસ માટે કામ કરી રહ્યા છે. મારા ભાઈ કોંગ્રેસમાં હતાં અને હું પણ કોંગ્રેસમાં છું. મોદીજીએ નરસિમ્હા રાવને ભારત રત્ન પણ આપ્યું છે.’

આ પણ વાંચો : મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં ન અપાયું યોગ્ય સન્માન? કોંગ્રેસના આરોપો પર ભાજપે આપ્યો જવાબ

‘મનમોહન સિંહ સ્વતંત્રતાથી કામ કરી શકયા ન હતા’

તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે મનમોહન સિંહને દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલાવ્યા હતા, જ્યાં અમે તેમને પી.વી.નરસિમ્હા રાવ સન્માન આપ્યું, ગોલ્ડ મેડલ પણ આપ્યું. મનમોહન સાથે અમારા નજીકના સંબંધો હતા. અમે તેમની સાથે વાતચીત પણ કરતા રહેતા હતા. અમને તેમનાથી કોઈ વાંધો નથી. મનમોહને 10 વર્ષ સુધી કામ કર્યું, પણ તેમના હાથમાં કશું ન આવ્યું. તેઓ સ્વતંત્રતાથી કામ કરી શકયા ન હતા. તેઓ ખૂબ ભણેલા હતા. કોંગ્રેસે તો તેમના માટે હેડક્વાર્ટરનો દરવાજો પણ ખોલ્યો ન હતો, તેનાથી વધુ અપમાન શું હોઈ શકે છે. જે કંઈપણ થયું હતું, તેના પર હું દુઃખ વ્યક્ત કરું છું.’

‘નરસિમ્હા રાવ અને મનમોહને ગુરુ-શિષ્યની જેમ કામ કર્યું’

મનોહર રાવે કહ્યું કે, ‘મનમોહન સિંહના નિધન પર મને ખૂબ દુઃખ  છે. તેઓ 10 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા હતા. તે પહેલા તેઓ નરસિમ્હા રાવની કેબિનેટમાં નાણાંમંત્રી હતા. તે વખેત મનમોહન સિંહ અનેક પરિવર્તનો લાવ્યા હતા. તેમણે હિમ્મતથી કામ કર્યું હતું. વડાપ્રધાન અને મનમોહન સિંહે ગુરુ-શિષ્યની જેમ કામ કર્યું હતું. તે જમાનામાં અને હાલના જમાનામાં જમીન-આસમાનનો તફાવત છે. આજે લોકો અહીં આવીને વેપાર કરવાનું અને ઉદ્યોગ સ્થાપવાનું પસંદ કરે છે. ત્યાંરથી અત્યાર સુધી કોઈ નવી નીતિ આવી નથી.’

પરિવારની માંગ મુજબ નરસિમ્હા રાવના અંતિમ સંસ્કાર-સ્મારક ન બન્યું

ઉલ્લેખનીય છે કે, પી.વી.નરસિમ્હા રાવનું વર્ષ 2004માં યુપીએ સરકાર દરમિયાન નિધન થયું હતું. તેમના પરિવારની માંગ હતી કે, તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થાય અને એક સ્મારક બને. તે સમયે વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ તેમના પરિવારને આશ્વાસ આપ્યું હતું અને તેમના પાર્થિવ દેહને હૈદરાબાદ લઈ જવા કહ્યું હતું. તેમનો પરિવાર માની ગયો, પરંતુ 10 વર્ષના શાસન દરમિયાન તેમનું સ્મારક પણ બન્યું નથી અને ભારત રત્ન પણ અપાયું નથી. સૌથી મોટી વાત એ છે કે, અન્ય વડાપ્રધાનોની જેમ નરસિમ્હા રાવના પાર્થિવ દેહને કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પણ રાખવામાં દીધો ન હતો. જાણકારોનું કહેવું છે કે, ગાંધી પરિવાર ઈચ્છતું ન હતું કે, આર્થિક સુધારાઓની ક્રેડીટ પી.વી.નરસિમ્હા રાવને મળે. આ ઉપરાંત ગાંધી પરિવાર એવું પણ માનતો હતો કે, અયોધ્યામાં બાબરી મસ્જિદ પાડવા પાછળ તેમની પણ મિલીભગત હતી.

આ પણ વાંચો : દિવંગત PM મનમોહન સિંહનું સપનું અધૂરું રહ્યું, આ કૌભાંડમાંથી કાયદેસર રીતે કલંકમુક્ત ન થઈ શક્યા


Google NewsGoogle News