Get The App

લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછી વયના ચાર સાંસદમાં ત્રણ મહિલા, એક જ પક્ષમાંથી બે નામ

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછી વયના ચાર સાંસદમાં ત્રણ મહિલા, એક જ પક્ષમાંથી બે નામ 1 - image


Lok Sabha Elections Result 2024: લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોણ હાર્યું અને કોણ જીત્યું અને ક્યાં ઉમેદવારે સૌથી વધારે મતો મેળવ્યા એ ચર્ચાઓ થઇ રહી છે. દુનિયામાં ભારતમાં સૌથી વધારે યુવાનો છે, ત્યારે આ ચૂંટણીમાં ચાર એવા યુવા નેતા ચૂંટાઈને આવ્યા છે, જે સૌથી નાની વયે સાંસદ બન્યા છે. આ તમામની ઉંમર આશરે 25 વર્ષ છે, જેમાં ત્રણ મહિલા છે. 

1. શાંભવી ચૌધરી

બિહારની સમસ્તીપુર બેઠક પરથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર શાંભવી ચૌધરી 5,797,86 મતથી લોકસભા ચૂંટણી જીતીને સૌથી યુવા સાંસદ બન્યાં છે. તેમણે કોંગ્રેસના સની હજારીને 1,87,251 મતથી હરાવ્યા છે. આમ, તેઓ 25 વર્ષની વયે આ બેઠક પરથી પહેલા મહિલા સાંસદ બન્યાં છે. તેઓ બિહારમાં નીતિશ કુમારની સરકારમાં કેબિનેટ મંત્રી અશોક ચૌધરીના પુત્રી અને પૂર્વ આઈપીએસ અધિકારી આચાર્ય કિશોર કુણાલના પુત્રવધૂ છે. અશોક ચૌધરી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી જેડીયુમાં જોડાયા હતા. શાંભવીના દાદા પણ કોંગ્રેસમાં સક્રિય હતા. શાંભવી ચૌધરી આ પરિવારના ત્રીજી પેઢીના નેતા છે. તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કર્યો છે. હાલ તેઓ મગધ યુનિવર્સિટીમાંથી પી.એચડી. કરી રહ્યા છે.

2. સંજના જાટવ

રાજસ્થાનની ભરતપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સંજના જાટવે 25 વર્ષની વયે જીત હાંસલ કરી છે. તેમણે ભાજપના રામસ્વરૂપ કોલીને 51,983 મતોથી હરાવ્યા છે. આ પહેલા તેઓ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, જેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. સંજનાએ મહારાજા સૂરજમલ બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. તેઓ કોંગ્રેસના 'લડકી હું લડ શક્તિ હું' અભિયાનમાં સક્રિયપણે જોડાયેલા હતા. તેમના લગ્ન રાજસ્થાન સરકારમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કપ્તાન સિંહ સાથે થયા છે, જે બે બાળકના માતા પણ છે. 

3. પ્રિયા સરોજ

પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના મછલીશહેર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમણે 35,850 મતના માર્જિનથી ભાજપના ભોલાનાથને હરાવ્યા હતા. પ્રિયા સરોજની ઉંમર માત્ર 25 વર્ષ 7 મહિના છે. તેમનાં પિતા તુફાની સરોજ પણ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે     દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઈન્સ્ટિટ્યૂટમાંથી પ્રાથમિક શિક્ષણ અને એમિટી યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી છે. હાલ તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે.

4. પુષ્પેન્દ્ર સરોજ

ઉત્તર પ્રદેશની કૌશામ્બી લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પુષ્પેન્દ્ર સરોજ સૌથી નાની ઉમરના સાંસદ બન્યા છે. તેમની ઉંમર 25 વર્ષ 3 મહિના છે. તેમણે ભાજપના વિનોદ કુમાર સોનકરને 1,03,944 મતથી હરાવ્યા છે. તેમને લંડનથી ક્વિનમેરી યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટમાં સ્નાતકની પદવી મેળવી છે. તેમનાં પિતા ઈન્દ્રજીત સરોજ સમાજવાદી પાર્ટીના મહા સચિવ છે. હાલ તેઓ મંઝાનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય છે. તેઓ 2019માં કૌશામ્બી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પુષ્પેન્દ્ર સરોજે પિતાની હારનો બદલો લઈ લીધો છે.

લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછી વયના ચાર સાંસદમાં ત્રણ મહિલા, એક જ પક્ષમાંથી બે નામ 2 - image


Google NewsGoogle News