Get The App

પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાનું જાણો 10 દિવસનું શેડ્યૂલ, ગુંડીચા મંદિરે કેમ જાય છે ભગવાન

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
Rath Yatra Puri


Jagannath Rath Yatra 2024: સામાન્ય રીતે ભગવાનના દર્શન માટે લોકો મંદિરે જતા હોય છે, પરંતુ અષાઢી બીજ એક એવો દિવસ છે જયારે ખુદ જગતનો નાથ દર્શન આપવામાં માટે તેમની પાસે જાય છે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રાની તૈયારી થઈ ચૂકી છે. 7 જુલાઈ એટલે કે આવતી કાલે રથયાત્રા નીકળશે જેમાં ભગવાન જગન્નાથ, સુભદ્રા દેવી અને બલભદ્ર ગુંડીચા મંદિર જશે. 

એક માન્યતા એવી છે કે રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન કરવાથી બધા પાપોનો નાશ થાય છે. ઓડીશાના પુરીમાં જગન્નાથ યાત્રાનું આયોજન 10 દિવસ સુધી કરવામાં આવે છે. જેનું શેડ્યુલ કંઇક આવું રહેશે. 

જગન્નાથ યાત્રાનું શેડ્યુલ

- 7 જુલાઈ 2024ના રોજ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને રથમાં બેસાડીને સિંહદ્વારથી ગુંડીચા મંદિર લઈ જવામાં આવશે. 

- 8 જુલાઈ થી 15 જુલાઈ સુધી રથ ગુંડીચા મંદિરમાં રહેશે. જ્યાં ભગવાન માટે વિવ્દીહ પકવાન બનાવવામાં આવશે. આ પરંપરા સદીઓથી ચાલી રહી છે તેમજ આ પરંપરાનું આજે પણ પાલન કરવામાં આવે છે. 

- 16 જુલાઈએ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજીની બહુદા યાત્રા થશે.

બહુદા યાત્રા શું હોય છે?

જો તમે 7 જુલાઈએ જગન્નાથ યાત્રામાં ભાગ લઈ શકતા નથી, તો તમે 16 જુલાઈએ ભગવાન જગન્નાથની બહુદા યાત્રામાં ભાગ લઈ શકો છો. અષાઢ મહિનાની દસમે બધા રથ ફરીથી મુખ્ય મંદિર જાય છે, જેને  બહુદા યાત્રા કહેવામાં આવે છે. 

આ પણ વાંચો : મોસાળથી નીજ મંદિરે પરત ફર્યા ભગવાન જગન્નાથ, કરાઇ નેત્રોત્સવ વિધિ, જાણો શું છે આ પરંપરાનું મહત્વ

શું છે ગુંડીચા મંદિરનું મહત્ત્વ?

ગુંડીચા મંદિર એ ભગવાન જગન્નાથના માસીનું ઘર છે. રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિરનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે ગુંડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને 'આડપ-દર્શન' કહે છે. આ દરમિયાન ભગવાનને નારિયેળ, માલપુઆ, લાઈ, મગ વગેરેનો મહાપ્રસાદ ચઢાવવામાં આવે છે. આ પછી ભગવાન પોતાના ઘર એટલે કે જગન્નાથ મંદિરમાં પાછા ફરે છે. 

પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાનું જાણો 10 દિવસનું શેડ્યૂલ, ગુંડીચા મંદિરે કેમ જાય છે ભગવાન 2 - image


Google NewsGoogle News