VIDEO: સિંગર દિલજીત દોસાંઝે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, જુઓ બંને વચ્ચે શું થઈ વાતચીત
Diljit Dosanjh meets PM Modi: સિંગર દિલજીત દોસાંઝે નવા વર્ષના પહેલા દિવસે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીરો અને વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
દિલજીતે વડાપ્રધાનને ગીત સંભળાવ્યું
દિલજીતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દિલજીત વડાપ્રધાનને મળવા જાય છે ત્યારે વડાપ્રધાન તેમને 'સત શ્રી અકાલ' કહેતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતના ગામનો એક છોકરો દુનિયામાં નામ રોશન કરે છે ત્યારે સારું લાગે છે. તમારા પરિવારે તમારું નામ દિલજીત રાખ્યું તો તમે સતત લોકોના દિલ જીતી રહ્યા છો. ત્યારબાદ દિલજીત વડાપ્રધાનને ગીત ગાયને સંભળાવે છે. આ દરમિયાન બંને વચ્ચે યોગ અને ભારત વિશે વાત થાય છે.
2025ની શાનદાર શરૂઆત: દિલજીત
પોતાની 'X' પોસ્ટમાં તેમણે કહ્યું કે, 2025ની શાનદાર શરૂઆત.... વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ખુબ યાદગાર મુલાકાત. અમે સંગીત સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી.