પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું?
Punjab Second Most Debt Ridden State: પંજાબનું વધતું દેવુ સરકાર અને જનતા માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. રાજ્ય પહેલેથી ભારતના સૌથી વધુ દેવામાં ડુબેલા રાજ્યમાં સામેલ હતું, પરંતુ હવે તો તેથી પણ વધુ હાલાત ખરાબ થઈ રહી છે. માર્ચ 2025 સુધી પંજાબનું કુલ દેવુ એટલે કે Liabilities રુ. 3.78 લાખ કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. એટલે કે પંજાબનો દેવાથી રાજ્યનો GDP (GSDP) ગુણોત્તર વધીને 46.6% થશે. જેથી પંજાબ ભારતનું બીજુ સૌથી વધુ દેવાદાર રાજ્ય બની જશે. આ લિસ્ટમાં પહેલું નામ અરુણાચલ પ્રદેશનું છે, જ્યાં આ ગુણોત્તર 57% છે. એટલે પ્રત્યેક વ્યક્તિ પર આશરે રુ.1.26 લાખનું દેવું છે.
આ પણ વાંચો: ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે
કયા ક્યા રાજ્યો દેવામાં ડૂબેલા છે?
તાજેતરમાં સાંસદ મનીષ તિવારીએ સંસદમાં એક પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં સરકારે આ આંકડા જાહેર કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે પંજાબ સિવાય અન્ય કેટલાક રાજ્યો પણ મોટા દેવામાં દબાયેલા છે. સોમવારે કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રજૂ કરેલા આંકડા મુજબ પંજાબ દેશનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય છે. આ આંકડો રાજ્યના દેવાની તેના કુલ આર્થિક ઉત્પાદન (GSDP) સાથે સરખામણી કરીને ગણતરી કરવામાં આવી છે.
પંજાબ પર વધતું દેવું
રિપોર્ટ પ્રમાણે પંજાબનું દેવું ભારતના મોટાભાગના રાજ્યો કરતાં વધુ થઈ ગયું છે. હિમાચલ પ્રદેશ ત્રીજા નંબરે છે, જ્યાં દેવા-રાજ્ય GDP (GSDP) ગુણોત્તર 45.2% છે. આ આંકડા સરકારે સંસદમાં રજૂ કર્યા હતા.
સૌથી ઓછું દેવું ધરાવતા 5 રાજ્યો
(Debt-to-GSDP Ratio–Budget Estimates)
ઓડિશા 16.3%
ગુજરાત 17.9%
મહારાષ્ટ્ર 19.0%
ઉત્તરાખંડ 24.2%
તેલંગાણા 26.2%
સૌથી વધુ દેવું ધરાવતા 5 રાજ્યો
(Debt-to-GSDP Ratio – Budget Estimates)
અરુણાચલ પ્રદેશ 57.0%
પંજાબ 46.6%
હિમાચલ પ્રદેશ 45.2%
નાગાલેન્ડ 40%
મેઘાલય 39%