Get The App

VIDEO : આંબેડકર-બંધારણ મુદ્દે AAP-BJP કાઉન્સિલરો વચ્ચે બબાલ, ચંડીગઢ કોર્પોરેશનની બેઠકમાં મારામારી

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
VIDEO : આંબેડકર-બંધારણ મુદ્દે AAP-BJP કાઉન્સિલરો વચ્ચે બબાલ, ચંડીગઢ કોર્પોરેશનની બેઠકમાં મારામારી 1 - image


Chandigarh Municipal Corporation : બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને બંધારણ મુદ્દે રાજકારણમાં ભારે ધમાસાણ જોવા મળી રહ્યું છે. પહેલા સંસદમાં આંબેડકર અને બંધારણ મુદ્દે ધમપછાડા થયા, પછી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા થઈ અને હવે ચંડીગઢ કોર્પોરેશની બેઠકમાં બબાલ થઈ છે. મળતા અહેવાલો મુજબ કોર્પોરેશનની બેઠકમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે ભયંકર બબાલ થઈ છે. તેમની વચ્ચે મારામારી થઈ હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે.

કોંગ્રેસ-AAPએ શાહના રાજીનામાની માંગ કરતા BJP ભડકી

વાસ્તવમાં આંબેડકર વિરુદ્ધ કથિત ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ એક પ્રસ્તાવ લાવ્યા હતા, જેમાં તેમના રાજીનામાની માંગ કરવામાં વા હતી. જોકે આ મામલે ભાજપના કાઉન્સિલરો ગુસ્સે ભરાયા હતા અને તેઓએ પુરજોશમાં વિરોધ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સામ-સામે ભારે સૂત્રોચ્ચાર થયા, બબાલ શરૂ થઈ અને પછી હિંસક વિરોધ શરૂ થઈ ગયો, જેમાં કાઉન્સિલો મારામારી પર ઉતરી આવ્યા.

કાઉન્સિલરો વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ

ચંડીગઢ કોર્પોરેશમાં કાઉન્સિલરો વચ્ચેની મારામારીનો વીડિયો CCTVમાં કેદ થયો છે. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં કાઉન્સિલો મારામારી કરતા જોવા મળી રહ્યા છે. કેમેરો છતાં કેટલાક કાઉન્સિલો મારામારી કરતા રહ્યા અને તેઓ અટક્યા પણ નહીં. વિપક્ષોએ હોબાળા વચ્ચે અમિત શાહ પર આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. જોકે ભાજપના નેતાઓએ આરોપોનું ખંડન કર્યું છે.

આ પણ વાંચો : VIDEO: ત્રણ હાઇવે બંધ, 4000 લોકો કારમાં ફસાયા, 680 ટ્રાન્સફોર્મર ઠપ... ભયાનક હિમવર્ષામાં ફસાયું હિમાચલ

વિવાદનું મૂળ કારણ કાઉન્સિલર અનિલ મસીહા

કોર્પોરેશનમાં વિવાદનું મૂળ કારણ નોમિનેટેડ કાઉન્સિલર અનિલ મસીહા છે. તેઓ કોંગ્રેસ અને આપના કાઉન્સિલરો પાસે પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. બીજીતરફ બંને પક્ષોના કાઉન્સિલરો મસીહને વોટ ચોર કહી સૂત્રોચ્ચાર કરી રહ્યાહ તા, જેના કારણે મસીહા ગુસ્સે થયા અને તેઓ વેલમાં જતા રહ્યા હતા. તેઓ કોંગ્રેસ કાઉન્સિલરો સાથે ભીડાયા હતા અને કહ્યું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓ જામીન પર છે. ત્યારબાદ કોંગ્રેસ કાઉન્સલરોએ મસીહ સામે પોસ્ટરો લહેરાવવાના શરૂ કર્યા. આ દરમિયાન ભાજપના કાઉન્સિરોએ પોસ્ટર ખેંચવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ બંને તરફથી ધક્કા મુક્કી અને મારામારી શરૂ થઈ ગઈ.

આ પણ વાંચો : કોંગ્રેસે વધાર્યું દિલ્હીના CMનું ટેન્શન? આ દિગ્ગજ નેતાને ઉતારશે ચૂંટણી મેદાનમાં, જુઓ 28 ઉમેદવારોની સંભવિત યાદી


Google NewsGoogle News