ગેંગસ્ટર વિરુદ્ધ પંજાબ પોલીસનો સકંજો, ગોલ્ડી બરાડના સાગરીતોને પકડવા માટે ચલાવ્યુ ઓપરેશન

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
ગેંગસ્ટર વિરુદ્ધ પંજાબ પોલીસનો સકંજો, ગોલ્ડી બરાડના સાગરીતોને પકડવા માટે ચલાવ્યુ ઓપરેશન 1 - image

Image Source: Twitter

- હરદીપ નિજ્જરની હત્યા બાદ કેનેડા અને ભારત વચ્ચે તણાવ

- સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ પણ ગોલ્ડી બરાડ જ છે

ચંદીગઢ, તા. 21 સપ્ટેમ્બર 2023, ગુરૂવાર

પંજાબમાં વધતા જતા ક્રાઈમને લઈને પોલીસ એક્શન મોડમાં નજર આવી રહી છે. પંજાબ પોલીસે ગેંગસ્ટરો વિરુદ્ધ આજે સવારે 7:00 વાગ્યે એક મોટું ઓપરેશન ચલાવ્યુ છે જે આજે બપોરે 2:00 વાગ્યા સુધી ચાલશે. આ ઓપરેશન હેઠળ ગોલ્ડી બરાડના નજીકના ગેંગસ્ટરોને પકડવા માટે પોલીસ દરોડા પાડી રહી છે. તમામ જિલ્લામાં પંજાબ પોલીસ દરોડા પાડી રહી છે. આ સાથે જ શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરોડા બાદ સાંજે 5:00 વાગ્યે ADGPને આ મામલાનો રિપોર્ટ સોંપવામાં આવશે.

ગેંગસ્ટર ગોલ્ડી બરાડ પહેલા નંબર પર

હરદીપ નિજ્જરની હત્યા બાદ કેનેડા અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ છે. આ વચ્ચે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 11 કુખ્યાત ગેંગસ્ટરોની એક લિસ્ટ જારી કરી છે. જેમાં ગોલ્ડી બરાડનું નામ પ્રથમ નંબર પર છે. સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ પણ ગોલ્ડી બરાડ જ છે. બીજા નંબર પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલનું નામ છે. આ બંને ઉપરાંત અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડલ્લા, દરમન સિંહ, લખબીર સિંહ ઉર્ફે લાંડા, દિનેશ શર્મા ઉર્ફે ગાંધી, નીરજ ઉર્ફે પંડિત, ગુરપિન્દર સિંહ, સુખદુલ સિંહ, ગૌરવ પટિયાલ ઉર્ફે સૌરભ અને દલેર સિંહનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે.

કેનેડામાં રહેતા ગોલ્ડી બરાડે મૂસેવાલાનું કરાવ્યુ હતું મર્ડર

29 મે 2022 ના રોજ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગોલ્ડી બરાડે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાવી હતી. તેણે આ બધું લોરેન્સ બિશ્નોઈના કહેવા પર કરાવ્યું હતું. જ્યારે આખું કાવતરું ઘડવામાં આવ્યું અને હત્યાને અંજામ આપવામાં આવ્યો ત્યારે ગોલ્ડી બરાડ કેનેડામાં બેઠો હતો. હવે તેના અમેરિકામાં હોવાની ખબર સામે આવી રહી છે.

પોલીસ અગાઉ પણ દરોડા પાડી ચૂકી છે

પંજાબ પોલીસ દ્વારા રાજ્યમાં અગાઉ પણ અપરાધીઓને પકડવા માટે અનેક વખત દરોડા અભિયાન ચલાવવામાં આવી ચૂક્યુ છે. ફેબ્રુઆરી મહિનામાં લગભગ 1,490 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. 


Google NewsGoogle News