Get The App

VIDEO | 100 વર્ષ જૂની ઇમારત ધરાશાયી, લોકો જીવ બચાવવા દોડ્યા, ડરામણા દૃશ્ય કેમેરામાં કેદ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
VIDEO | 100 વર્ષ જૂની ઇમારત ધરાશાયી, લોકો જીવ બચાવવા દોડ્યા, ડરામણા દૃશ્ય કેમેરામાં કેદ 1 - image


Ludhiana Building Collapse: પંજાબના લુધિયાણામાં 100 વર્ષ જૂની ઇમારત ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. અહીં જૂના બજારમાં ઇમારત ધરાશાયી થતાં મોહલ્લામાં રહેતા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. જેનો દર્દનાક વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. આ ઘટનામાં બે લોકોને ઈજા થઈ હતી.

ઇમારત ધરાશાયી થઈ ત્યારે ત્યાં રહેતું એક દંપતી અંદર જ ફસાઈ ગયું હતું. જેને આસપાસના લોકો અને પોલીસે મળીને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. ફુટેજમાં ઇમારત ધરાશાયી થતાં જ દૂર-દૂર સુધી માટીના ધૂમાડા થયા હતા. જેમાં ઘણાના ઘરનો સામાન કાટમાળ નીચે દટાઈ ગયો હતો. લોકોની કાર-બાઇક પણ દટાઈ હતી. વીડિયોમાં એક છોકરો નુકસાનથી બચવા ભાગી રહ્યો હતો, તેની પાછળ એક નાના બાળકને ખોળામાં લઈ એક મહિલા જીવ બચાવવા ભાગી હતી. તેણે પોતાને ઢાલ બનાવી બાળકનું રક્ષણ કર્યુ હતું. પરંતુ તેમને કમર અને ગળામાં ઈજાઓ થઈ હતી.



ભૂકંપ આવ્યો હોય તેવી ધ્રુજારી

ઇમારત ધરાશાયી થતા આસપાસના મકાનો અને દુકાનોને પણ નુકસાન થયું હતું. ઇમારત ધરાશાયી થવાના અવાજથી લોકોને ભૂકંપ આવ્યો હોય તેવો અંદાજ લગાવી નાસભાગ કરવા લાગ્યા હતા. ચારેબાજુ ધૂળ-માટી અને કાટમાળ થઈ ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઇમારતનો માલિક ઘટનાની જાણ કરી હોવા છતાં ઘટનાસ્થળે પહોંચ્યો ન હતો. ઇમારતમાં હાજર લોકોને પણ ભૂકંપ આવ્યો હોય તેવી ધ્રુજારી અનુભવી હતી.



ઇમારતમાં ત્રણ લોકો હતા

ઇમારતમાં ભાડે રહેતા કૃષ્ણ ગુપ્તાએ જણાવ્યું કે, ઇમારત ધરાશાયી થઈ તેની થોડી ક્ષણો પહેલાં ઇમારતની અંદર ત્રણ લોકો હતા. પરંતુ તેઓ ઇમારત આગળની બાજુએ ધરાશાયી થતાં તેઓ બચી ગયા હતા, કારણકે તેઓ તેની પાછળના ભાગમાં હતા. બિલ્ડિંગના બ્રાન્ચ ઇન્સ્પેક્ટર નવનીત ખોખરે આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું છે. 

VIDEO | 100 વર્ષ જૂની ઇમારત ધરાશાયી, લોકો જીવ બચાવવા દોડ્યા, ડરામણા દૃશ્ય કેમેરામાં કેદ 2 - image


Google NewsGoogle News