VIDEO: શિવસેનાના નેતા પર નિહંગોનો જીવલેણ હુમલો, તલવારથી કર્યા ઘણા વાર, સ્થિતિ ગંભીર
Nihangs Attacked Shiv Sena Leader : પંજાબના લુધિયાણામાં શિવસેનાના દિગ્ગજ નેતા સંદીપ થાપર ઉર્ફે ગોરા પર નિહંગોએ જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલ બહાર સ્કુટી પર આવેલા બે નિહંગમાંથી એક નિહંગે તેમના પર તલવારથી ઘણા વાર કર્યા હતા, ત્યારબાદ ત્રણેય ફરાર થઈ ગયા છે. હાલ થાપરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો : ચૂંટણીમાં ઝટકા બાદ ભાજપનું ડેમેજ કંટ્રોલ: સરકારથી લઈ સંગઠનમાં થશે મોટા ફેરફાર
થાપર પર તલવારથી ઉપરાઉપરી ઘણા વાર કરાયા
મળતા અહેવાલો મુજબ સંદીપ થાપર (Sandeep Thapar) આજે સવારે સંવેદના ટ્રસ્ટના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે હોસ્પિટલ ગયા હતા. આ દરમિયાન સ્કુટી પર આવેલા બે નિહંગોમાંથી એક નિહંગે જાહેરમાં તેમના પર તલવારથી ઘણા વાર કર્યા હતા. ઘટના બની ત્યારે આ વ્યસ્ત વિસ્તારમાં તેમની આસપાસ ઘણા લોકો હતા, જોકે કોઈએ પણ તેમને બચાવવો પ્રયાસ કર્યો ન હતો.
ઘટનાને અંજામ આપી બંને નિહંગો ફરાર
નિહંગે તેમના પર ચારથી પાંચ વખત વાર કર્યા બાદ, તેઓ નીચે પડી ગયા હતા. આ દરમિયાન આસપાસના લોકો પણ બુમો પાડતા હતા કે, તેમને છોડી દો. પછી થોડી જ સેકન્ડોમાં કરતુતને અંજામ આપી બંને ફરાર થઈ ગયા છે. આરોપીઓના હાથમાં હથિયાર હોવાથી કોઈએ પણ ત્યાં જવાનો પ્રયાસ કર્યો ન હતો. હાલ હોસ્પિટલમાં સંદીપ થાપરની સારવાર ચાલી રહી છે. તેમના માથા પર ગંભીર ઈજા થઈ છે. તેમની સ્થિતિ વધુ ગંભીર હોવાથી ડીએમસી હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : 'મહિલાઓનો પહેરવેશ જવાબદાર...' દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ પર ભાજપના નેતાની જીભ લપસી
થાપર ખાલિસ્તાની વિરોધી
સૂત્રોના જણાવ્યા મુજબ થાપરે ઘણી વખત ખાલિસ્તાની વિરોધી નિવેદન કર્યા છે. તેમણે પંજાબમાં ખેડૂત આંદોલન અંગે પણ નિવેદન કર્યું હતું. થાપર પર હુમલો થયો ત્યારે તેમનો ગનમેન પણ ત્યાં હતો. ગનમેને કહ્યું કે, નિહંગોએ મને પકડી લીધો હતો અને મારુ હથિયાર પણ છિનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
થાપરને ઘણા સમયથી મળતી હતી ધમકી
થાપરના સમર્થકોનું કહેવું છે કે, તેમને ઘણા સમયથી ધમકીઓ મળતી હતી. ત્યારબાદ તેમની સુરક્ષા માટે માત્ર એક ગનમેન આપવામાં આવ્યો હતો. ડીસીપી જસકિરનજીત સિંહ તેજાએ કહ્યું કે, અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની ટીમ આરોપીઓની શોધખોળ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, જો ગનમેનની બેદરકારી હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે. વિભાગ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે.
આ પણ વાંચો : 'હું આતંકી કે ઘોષિત અપરાધી નથી...' કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટે CBIથી માગ્યો જવાબ