હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, નાયબ સૈનીના સ્થાને નવા પ્રદેશ પ્રમુખ જાહેર
Haryana BJP State President : એક તરફ હરિયાણામાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મોહન લાલ બડોલીને બનાવવામાં આવ્યા છે. મોહનલાલ રાય બેઠકથી ધારાસભ્ય છે. બીજી તરફ ભાજપે હજુ સુધીમાં ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી નથી.
વિધાનસભા ચૂંટણી પહેલા
હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે. મોહન લાલ બડોલી (Mohan Lal Badoli)ને નવા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. મોહન લાલ બડોલી મુખ્યમંત્રી નાયબ સૈની (CM Nayab Singh Saini)નું સ્થાન લીધું છે, જેઓ મુખ્યમંત્રી બન્યા પછી પણ આ પદ સંભાળી રહ્યા હતા. રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
મોહન લાલ બડોલીની રાજકીય સફર
મોહન લાલ બડૌલી વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. રાઈ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયીની સરકાર દરમિયાન જિલ્લા પરિષદના સભ્ય બન્યા હતા.
2019ની વિધાનસભાની ચૂંટણીમાં 2,663 વોટથી જીત્યા હતા
2019ની વિધાનસભાની ચૂંટણીમાં 2,663 વોટથી જીત્યા હતા. રાય બેઠકથી વિધાનસભાની ચૂંટણી જીતનાર ભાજપના પ્રથમ ઉમેદવાર છે. મોહન લાલ બડૌલી 1989થી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે જોડાયેલા છે.