Get The App

પંજાબ હાથમાંથી ગયું, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણીપુરમાં નાલેશી ભરેલી હાર

- દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીએ લોકો સુધી પહોંચતા પહેલા આત્મનિરીક્ષણ કરવું પડશે, ધરખમ ફેરફાર કરવા પડશે

Updated: Mar 11th, 2022


Google NewsGoogle News
પંજાબ હાથમાંથી ગયું, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણીપુરમાં નાલેશી ભરેલી હાર 1 - image


વિધાનસભા ચૂંટણીના પરિણામ: કોંગ્રેસ માટે વધુ માઠા સમાચાર, મતદારોએ બધે જાકારો આપ્યો

નવી દિલ્હી, તા. 11 માર્ચ 2022 શુક્રવાર

વિધાનસભાની ચૂંટણીના પરિણામનો સૌથી મોટો ફાયદો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને થયો છે તો સૌથી મોટું નુકસાન કોંગ્રેસને થયું છે. તેનાકરતાપણ વધારે મહત્વની વાત છે કે ગાંધી પરિવારના બન્ને સંતાનો – રાહુલ અને પ્રિયંકા– માટે આ એક બહુ મોટી નિષ્ફળતા છે.

દેશના સૌથી મોટા રાજ્ય, લોકસભામાં સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતા રાજ્યમાં કોંગ્રેસ સાફ થઇ રહી છે. અન્ય રાજ્યોમાં પણ અસ્તિત્વ માટે જંગ ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં હાથમાં આવેલી સરકાર, નેતાઓ અન્યત્ર જતા રહેતા ટકી નથી. ગુજરાતમાં ત્રણ દાયકાથી પક્ષ સત્તાથી દૂર છે. પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ જેવા અન્ય મોટા રાજ્યોમાં હવે જનાધાર રહ્યો નથી. આમ છતાં, પક્ષ હજુ પણ ગાંધી પરિવારથી અળગો થવા, ઉપરવટ વિચારવા તૈયાર નથી.

રાહુલગાંધીએ, ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નવજોત સિંહ સિધ્ધુ ઉપર ભરોસો મૂકી પંજાબમાં નેતૃત્વ પરિવર્તન આણ્યું અને તેની સાથે સત્તાનો અંત આવ્યો છે. એ પણ ભૂંડી હાર સાથે સત્તા ગુમાવવી પડી છે. મહિલાઓને આકર્ષવા માટે, ખેડૂત આંદોલન થકી ભાજપ સામે બાથ ભીડવાનું પ્રિયંકા ગાંધીનું પગલું માનવમેદની એકત્ર કરી શકી પણ ઉત્તર પ્રદેશમાં મત મેળવવામાં નિષ્ફળ રહી છે.સતત ત્રીજી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસની બેઠક ઘટી છે, મેળવેલા મતમાં હિસ્સો પણ ઘટ્યો છે!

ગોવામાં તૃણમુલ, અપક્ષો નડ્યા

ગોવામાં ભાજપ સરકાર સામે અસંતોષ હતો પણ આમ આદમી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસે બાજી બગડી નાખી એટલેગોવામાં પણ સત્તા હાથમાં આવી નથી.લગભગ છ બેઠકો એવી છે કે જેમાં તૃણમુલ કોંગ્રેસના કારણે કોંગ્રેસને મત ઓછા મળ્યા છે અને બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. એવી લગભગ પાંચ બેઠકો છે કે જેમાં અપક્ષ ઉમેદવારોના કારણે કોંગ્રેસ વિજયી નથી બની. બુથ લેવલના મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજીમાં કોંગ્રેસ માર ખાઈ ગઈ છે. હવે એ દિવસો ગયા કે જેમાં કોંગ્રેસ એક વિકલ્પ હતો હવે સમય બદલાયો છે, મતદારોનું માનસ બદલાયું છે. કોંગ્રેસે એક રાષ્ટ્રીય પાર્ટીના બદલે એક પ્રાદેશિક પાર્ટી તરીકે મહેનત કરવાનો સમય આવી ગયો છે.

પંજાબમાં યાદવાસ્થળી ભારે પડી

કોંગ્રેસ માટે ભારતીય જનતા પાર્ટી અને શિરોમણી અકાલી દળ પાસેથી સત્તા આંચકી લેવાનો મોકો 2017માં આવ્યો હતો. પ્રજાએ સ્પષ્ટ બહુમત આપ્યા પછી કોંગ્રેસને સત્તા ઉપર બેસાડી હતી. કોંગ્રેસના કેપ્ટન અમરીન્દર સિંઘ સામે તેમના જ પક્ષના નવજોત સિંહ સિધ્ધુ મેદાનમાં પડ્યા હતા. સિધ્ધુને મુખ્યમંત્રી બનવાના અભરખા થયા, તેમણેબેજવાબદાર થઇ નિવેદન આપવાના શરૂ કર્યા અને તેની સાથે અધોગતિ શરૂ થઇ. ચરણજીત સિહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા જે પોતે સિદ્ધુના પ્રભાવથી બહાર આવી શક્યા નહી. કેપ્ટન કોંગ્રેસથી જુદા થયા અને આજે જાહેર થયેલા પરિણામમાં કોંગ્રેસ, કેપ્ટન, ચન્ની અને નવજોત સિંહ બધાને પ્રજાએ તેમનું સ્થાન બતાવી દીધું. પંજાબની પ્રજાએ જેમને  સત્તા આપી છે તે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે પસંદ થઇ છે. પ્રજાએ સ્પષ્ટ જાહેર કર્યું છે કે નહી કોંગ્રેસ, નહિ અકાલી દળ કે નહિ ભાજપ અમારે નવા જ લોકો જોઈએ.

પંજાબમાં બેહાલ થયા 

ચુંટણીનું વર્ષ

મેળવેલી બેઠક

વોટ શેર (ટકા)

૨૦૧૭

૭૭

૩૮.૫

૨૦૨૨

૧૮

૨૩.૦

 

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ બેહાલ

2017ની વિધાનસભા, 2019માં લોકસભા બન્નેમાં કોંગ્રેસનું સુકાન રાહુલ ગાંધીએ સાંભળ્યું હતું. વિધાનસભામાં સાત બેઠક અને લોકસભામાં પોતાનીઅમેઠીબેઠકમાં પરાજય અને માત્ર એક જ બેઠક રાયબરેલીમાં વિજય મેળવ્યો હતો. લોકસભાની એ ચુંટણીના પરિણામ બાદ દેશની સૌથી જૂની, દેશ ઉપર છ દાયકા સુધી રાજ કરનાર આ પાર્ટી પાસે પૂર્ણકાલીન અધ્યક્ષ નથી. પાર્ટીના ટોચના નેતાઓ, પક્ષ છોડી રહ્યા છે. એક જૂથ કે જેમણે પક્ષના ઉત્થાન માટે અવાજ ઉઠાવ્યો હતો એમને ગાંધી પરિવારે હવે ચૂપ કરાવી દીધો છે. આમ છતાં, ગુમાન જતો નથી.

પ્રિયંકા ગાંધીએ પ્રચારમાં લોકો સુધી પહોચવામાં સફળતા મેવલી હતી. મહિલાઓની સુરક્ષા, નાગરીકોના મૂળભૂત અધિકારો, ખેડૂત અને દલિત વર્ગના હક્ક એમના મુખ્ય મુદ્દા હતા. તેમના રોડ-શો, તેમની સભા અને તેમના પ્રચારનું સોશિયલ મીડિયા ઉપરત વ્યાપક કવરેજ હતું. તેમની દલીલમાં તર્ક હતો. તેમના નિવેદનની વાહવાહી મળી હતી. આમ છતાં, તેનું રૂપાંતરણ મતમાં જોવા મળ્યું નથી. આ વાહવાહી સમાજના એક વર્ગ સુધી સીમિત રહી ગઈ છે એવું લાગી રહ્યું છે. પ્રિયંકા ગાંધી કોંગ્રેસને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભાજપ, સમાજવાદી પાર્ટી કે બહુજન સમાજના એક વિકલ્પ તરીકે રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે એવું આજના પરિણામ સ્પષ્ટ જણાવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું પ્રદર્શન 

ચુંટણીનું વર્ષ

બેઠક

વોટ શેર (ટકા)

૨૦૦૭

૨૨

૮.૬૧

૨૦૧૨

૨૮

૧૧.૬૩

૨૦૧૭

૬.૨૫

૨૦૨૨

૨.૩૮

 


Google NewsGoogle News