બે કાર વચ્ચેની રેસમાં પિતા-પુત્રનો લેવાયો ભોગ, જાલંધરમાં ધ્રૂજાવી દે તેવો માર્ગ અકસ્માત
Punjab Hit And Run: પંજાબના જલંધરના મોડલ ટાઉનના મૉલ રોડ પર ગુરૂવારે રાત્રે આશરે 12 વાગ્યે રસ્તાના કિનારે બ્રેઝા કારમાં બેસી રહેલાં 53 વર્ષના હેન્ડ ટૂલ ઉદ્યોગપતિ સંદિપ અને તેના 17 વર્ષના દીકરા સનન શર્માને પૂરપાટ ઝડપે આવી રહેલી મહિન્દ્રા એક્સયુવીએ ટક્કર મારી હતી. ટક્કર મારતાની સાથે જ પિતા-પુત્રની ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કારમાં બેઠેલી સંદીપની પત્ની અને દીકરીને પણ આ અકસ્માતમાં ભારે ઈજા પહોંચી છે.
સંદિપ અને તેનો પરિવાર પરમિટ હાઉસ રેસ્ટોરેન્ટમાંથી પોતાના એક મિત્રની બર્થડે પાર્ટીમાંથી પરત ફરી રહ્યાં હતાં. ત્યાં હાજર સ્થાનિક લોકો અનુસાર, એક્સયુવી અને થારમાં સવાર યુવકો એકબીજા સાથે રેસ લગાવી રહ્યા હતા. 100 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપના કારણે જીટીબી ચોક તરફથી આવી રહેલી અનિયંત્રિત એક્સયુવીએ પિતા-પુત્રને ટક્કર મારી હતી. બંને ઉછળીને દૂર જઈને પડ્યાં. ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ બંનેની મોત થઈ ગઈ.
આ પણ વાંચોઃ પ.બંગાળ ફરી શર્મશાર! બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરાતા હોબાળો, આરોપીને ભીડે મારી નાખ્યો
પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે
પોલીસ સ્ટેશન છ ના પ્રભારી સાલ ચૌધરીએ કહ્યું કે, સીસીટીવ ફૂટેજ તપાસવામાં આી રહ્યા છે. સંદીપની દીકરી ઈશિતાના નિવેદન પર એક્સયુવી કાર સવાર પર ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. એકસ્યુવી મોડલ હાઉસના રહેવાસી સંદીપ વર્માના નામે રજિસ્ટર્ડ છે. પોલીસે કારમ માલિકના ઘરે તપાસ કરી તો આરોપી ત્યાંથી ફરાર થઈ ચુક્યા હતાં. પોલીસે પિતા-પુત્રના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મૂકાવ્યા છે. શનિવારે સવારે સંદીપની મોટી દીકરી વિદેશથી પરત ફરે બાદમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.ય
કારમાં બેસતા પહેલાં જ થયો અકસ્માત
મૃતકનીલ દીકરી ઈશિતાએ જણાવ્યું કે, પિતાની ઈન્ડસ્ટ્રી એરિયામાં હેન્ડ ટૂલ બનાવવાની ફેક્ટરી છે. પિતા નાના ભાઈ સનન અને માતા સાથે મિત્રની બર્થડે પાર્ટીમાં રેસ્ટોરન્ટમાં આવ્યા હતાં. પાર્ટી ખતમ થયાં બાદ બાદ હું અને મમ્મી રેસ્ટોરેન્ટની બહાર આવી કારમાં જઈને બેઠા. ભાઈ અને પિતા કારનો દરવાજો ખોલીને અંદર બેસવાના જ હતાં, તે દરમિયાન પાછળથી એક્સયુવીએ જોરદાર ટક્કર મારી. ટક્કરના કારણે તેમની ગાડી ફરીને પાર્કિંગમાં ઉભેલી હ્યુંડાઇ વેન્યૂ સાથે અથડાઈ. જેમાં કચડાઈ જવાના કારણે ભાઈ અને પિતાની મોત થઈ ગઈ.
અકસ્માત કરીને ભાગી ગયાં આરોપી
ઘટનાસ્થળની આસપાસ હાજર લોકોએ જણાવ્યું કે, એક્યુવી અને થારમાં સવાર યુવક એકબીજા સાથે રેસ લગાવી રહ્યાં હતાં. એકબીજાથી આગળ નીકળવાના પ્રયાસમાં એક્સયુવી ચાલકે બ્રેઝાને ટક્કર મારી દીધી. ટક્કર એટલી ખતરનાક હતી કે, એક્સયુવીની એર બેગ પણ ખુલી ગઈ અને કાર ચલાવી રહેલા યુવકનું માથું કાચ સાથે અથડાયું. એક્સયુવી ચાલકને માથા પર ઈજા થઈ પરંતુ, તે પોતાની ગાડી છોડીને ત્યાંથી પોતાના સાથે સાથે થારમાં બેસીને ભાગી ગયો.