VIDEO: પંજાબમાં રેલ રોકો આંદોલનને પગલે ખેડૂતોનું રેલવે ટ્રેક અને ટોલ પ્લાઝા પર હલ્લાબોલ
પોલીસ કાર્યવાહીના વિરોધમાં ખેડૂતો ઘણા રેલવે માર્ગો પર બેસી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો
ખેડૂતોનું ટોલ પ્લાઝા પર પણ હલ્લાબોલ, અધિકારીઓને ટોલ ચાર્જ ન લેવા મજબૂર કર્યા
Delhi Farmers Protest March : ખેડૂત આંદોલનના આજે ત્રીજા દિવસે પણ ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર (Haryana-Punjab Shambhu Border) પર હજુ પણ વણસેલી સ્થિતિ જોવા મળી રહી છે, તો બીજીતરફ ખેડૂત સંગઠોનેએ પંજાબમાં ‘રેલ રોકો’ આંદોલનની જાહેરાત કર્યા બાદ ઘણા ટ્રેનોના રૂટો બદલવાની નોબત આવી છે. આંદોલનેન પગલે ખેડૂતોએ પંજાબના ઘણા રેલવે માર્ગો (Punjab Railway) પર અવરોધ ઉભો કર્યો છે. ખેડૂતોએ આજે ચાર કલાક સુધી રેલવે ટ્રેક બેસી રહ્યા હતા, જેના કારણે રેલવે વ્યવહાર પર અસર થઈ છે, બીજીતરફ ખેડૂતોએ ટોલ પ્લાઝા પર પણ હલ્લાબોલ કરી અધિકારીઓને ટોલ ચાર્જ ન લેવા માટે મજબૂર કર્યા છે.
VIDEO | Farmers ‘Rail Roko’ Protest: Farmers block railway tracks at Rajpura in Patiala district of Punjab. pic.twitter.com/FTUrXiMxsJ
— Press Trust of India (@PTI_News) February 15, 2024
ઉગ્ર આંદોલનને ધ્યાને રાખી રેલવે રૂટ બદલવા પડ્યા
ભારતીય કિસાન યુનિયન (Ekta Ugrahan) અને બીકેયુ ડકુંડા (Dhaner) દ્વારા પંજાબમાં ઘણા સ્થળોએ ચાર કલાક સુધી ‘રેલ રોકો’ વિરોધ પ્રદર્શનનું આહવાન કરાયું હતું. જેને પગલે મોટી સંખ્યામાં ખેડૂતો ઘણા રેલવે માર્ગો પર બપોરે 12 વાગ્યાથી બેસી જતા રૂટ પરની તમામ ટ્રેનોના રૂટ બદલી નખાયા હતા. ખેડૂતોના ઉગ્ર પ્રદર્શનને ધ્યાને રાખી રેલવે અધિકારીઓએ ઘણી ટ્રેનોને ચંડીગઢ (દિલ્હી તરફ) અને લોહિયા ખાસ (અમૃતસર અને જાલંધર)ના રૂટ પર ડાયવર્ટ કરી દીધી છે.
ખેડૂતો પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં આંદોલન
ભારતીય કિસાન યુનિયનના નેતા હરમીત સિંહ કાદિયાને કહ્યું કે, ‘દિલ્હી જવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો પોલીસે કાર્યવાહી કરતા અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ.’ દોઆબા કિસાન સમિતિના પ્રદેશ અધ્યક્ષ જંગવીર સિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળની કિસાન ચોલંગ અને હરસે માનસરમાં ધરણા ઉપરાંત ટોલ પ્લાઝા જામ કરાયો હતો.
આંદોલનના આજે ત્રીજો દિવસે પણ ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ યથાવત્
ઉલ્લેખનિય છે કે, ખેડૂત સંગઠનોએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની અને ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવાની માંગ પુરી કરવા કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવા 13 ફેબ્રુઆરીથી ‘દિલ્હી ચલો’ આંદોલન શરૂ કરી દીધું છે. આંદોલનના પ્રથમ દિવસથી પોલીસ અને ખેડૂતો વર્ષે ઘર્ષણ જતા મામલો વધુ ઉગ્ર બની ગયો છે. વિરોધની સૌથી વધુ અસર હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર જોવા મળી રહી છે, જ્યાં છેલ્લા ત્રણ દિવસથી પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા છે. પોલીસે ડ્રોનથી ટીયર ગેસના સેલ છોડવા સહિતની કાર્યવાહી કરતા ખેડૂતો વધુ વિફર્યા છે અને પંજાબમાં રેલ રોકો આંદોલનને અંજામ આપી રહ્યા છે.