પંજાબમાં આપના ઝાડુથી કોંગ્રેસનો સફાયો...!
નવી દિલ્હી : પંજાબમાં કોંગ્રેસ સરકાર માટે એક્ઝિટ પોલમાંથી સારા
સમાચાર નથી મળી રહ્યાં. 2017માં કોંગ્ર્તેસે સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવી હોવા છતા
આંતરિક જૂથવાદ અને વિખવાદ તેમજ મુખ્યમંત્રી પદે કેપ્ટન અમરિંદસિંઘ હતી ગયા પછી પાર્ટીને
ધક્કો લાગ્યો હતો.
કુલ 117 બેઠકોવાળી પંજાબ કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો
છે અને કેજરીવાલના નેજા હેઠળની આમ આદમી પાર્ટી સત્તામાં આવે તેવી આગાહી થઈ રહી કછે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં આપને 70થી 80 બેઠકો મળે તેવી આગાહી થઈ રહી છે. જ્યારે કોંગ્રેસને
30થી 40 બેઠકો વચ્ચે સમેટાઈ જશે.
પંજાબ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી માત્ર 5 બેઠકોની અંદર રહે અને એક સમયની તેમની સાથી શિરોમણી અકાળી દળ પણ બહુ વધારે બેઠકો મેળવે નહિ તેવી આગાહી થઈ રહી છે.
Exit Poll Survey :
Exit Poll : મણિપુરમાં વાગશે ભાજપનો ડંકો
Exit Poll : ઉત્તરપ્રદેશમાં ફરી યોગી સરકારની સંભાવના
ઉત્તરાખંડના Exit Poll : બીજેપી-27, કોંગ્રેસ-32, AAPનું ખાતું ખુલવાની સંભાવના નહિ
Exit Poll : ગોવામાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, અન્ય ભજવશે મહત્વનો રોલ