Get The App

પંજાબમાં આપને મોટો ઝટકો, કેજરીવાલની ધરપકડના બીજા જ દિવસે સાંસદ સુશીલ કુમાર રિંકુ ભાજપમાં

પંજાબમાં આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુ અને ધારાસભ્ય શીતલ અંગુરાલે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા

AAPએ રિંકુને ટિકિટ આપવાની પણ જાહેરાત કરી હતી, અગાઉ બંને નેતાઓએ ભાજપમાં જોડાવાની વાતને અફવા ગણાવી હતી

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
પંજાબમાં આપને મોટો ઝટકો, કેજરીવાલની ધરપકડના બીજા જ દિવસે સાંસદ સુશીલ કુમાર રિંકુ ભાજપમાં 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી પહેલા પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party - Punjab)નો મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના બીજા જ દિવસે પંજાબમાં AAPના એક માત્ર સાંસદ સુશીલ કુમાર રિંકુ (Sushil Kumar Rinku) અને જાલંધર ઈસ્ટના ધારાસભ્ય શીતલ અંગુરાલ (Sheetal Angural) ભાજપ જોડાઈ ગયા છે. આપે રિંકુને ટિકિટ આપવાની પણ જાહેરાત કરી હતી. અગાઉ બંને નેતાઓ ભાજપમાં જોડાવાની અટકળો વહેતી હતી, જોકે તે દરમિયાન બંને નેતાઓએ અટકળોને માત્ર અફવા કહી હતી. અગાઉ પંજાબમાં કોંગ્રેસના નેતા રવનીત બિટ્ટુએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા.

સુશીલ કુમાર રિંકુ અગાઉ કોંગ્રેસમાં હતા

પંજાબમાં આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બંને એકલા હાથે ચૂંટણી લડવાના છે. એવું કહેવાય છે કે, સુશીલ કુમાર રિંકુ અગાઉ કોંગ્રેસમાં હતા અને તેમણે 2017માં જાલંધર પશ્ચિમ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતી હતી. આમ આદમી પાર્ટીએ જાલંધર બેઠક પર 2023માં યોજાયેલી પેટા-ચૂંટણીમાં રિંકુને ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ છેલ્લા એક વર્ષથી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ચૂંટણી પંચે શનિવારે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો (Lok Sabha Election 2024 Date) જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.


Google NewsGoogle News